અમદાવાદ: પ્રથમ તબક્કાની ચૂંટણીને આજે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન શરૂ છે. ત્યારે આજે બપોરના 3 વાગ્યા સુધીમાં 48.48 ટકા મતદાન તમામ 89 બેઠકો પર થયું છે. સૌથી વધુ મતદાન તાપી જિલ્લામાં 63.95 થયું છે. જ્યારે સૌથી ઓછું મતદાન જામનગર જિલ્લામાં 42. 44 ટકા થયું છે.
ADVERTISEMENT
રાજ્યમાં 9 વાગ્યા સુધીમાં 4.94 ટકા મતદાન થયું હતું.
રાજ્યમાં 11 વાગ્યા સુધીમાં 19.42 ટકા મતદાન થયું હતું.
રાજ્યમાં 1 વાગ્યા સુધીમાં 34.65 ટકા મતદાન થયું હતું.
રાજ્યમાં 3 વાગ્યા સુધીમાં 48.48ટકા મતદાન થયું હતું.
88 ઉમેદવારો લડી રહ્યા છે ચૂંટણી જંગ
સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકોમાં 39 રાજકીય પક્ષો તથા અપક્ષો મળી 70 મહિલા અને 718 પુરૂષ ઉમેદવારો મળી કુલ 788 ઉમેદવારો મેદાને છે. કુલ 2,39,76,670 મતદારો 788 ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરશે.
આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
ADVERTISEMENT