ગાંધીનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા અંતિમ સમીક્ષા માટે ચૂંટણી પંચ આજે રિપોર્ટ તૈયાર કરશે. રાજ્યના પ્રવાસ પર આવેલા ચૂંટણી પંચના અધિકારીઓ દ્વારા સમીક્ષા હાથ ધરાશે અને અહેવાલ તૈયાર કરાશે. જેમાં બેઠકોની માહિતીથી લઈ કાયદો વ્યવસ્થાની સમીક્ષા કર્યા પછી સંપૂર્ણ અહેવાલ તૈયાર કરાશે અને પછી અધિકારીઓ દિલ્હી જશે. આની સાથે હવે આ અહેવાલ પછી કોઈપણ સમયે ગુજરાતની ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
ADVERTISEMENT
જાણો જાહેરાત પહેલાની તૈયારીઓ…
ગુજરાતમાં ચૂંટણીની જાહેરાત પહેલા ચૂંટણી પંચના અધિકારીઓ આજે અંતિમ સમીક્ષા રિપોર્ટ તૈયાર કરશે. જેમાં તમામ કાયદો વ્યવસ્થાની વિગતો સહિતની માહિતી ઉમેરી તેઓ એક અહેવાલ તૈયાર કરશે. જેને લઈને દિલ્હીમાં આ રિપોર્ટ સોંપવામાં આવશે. અહીં મુખ્ય ચૂંટણી કમિશનરે રિપોર્ટ સોંપવામાં આવશે અને તેના પછી ગુજરાત રાજ્યમાં ટૂંક સમયની અંદર ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
વિવિધ જિલ્લાઓમાં હાથ ધરી સમીક્ષા
રિપોર્ટ્સ પ્રમાણે 16 ઓક્ટોબરથી ચૂંટણીપંચની ટીમ ગુજરાત પ્રવાસે હતી અને તેમણે વિવિધ જિલ્લાઓમાં સમીક્ષા હાથ ધરી હતી. કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત તથા બનાસકાંઠા, ખેડા, ગાંધીનગર સહિત વિવિધ વિસ્તારોમાં સમીક્ષા કરાઈ છે. ચૂંટણીપંચની ટીમ અહીંની ચૂંટણીલક્ષી તૈયારીઓ, વ્યવસ્થા તથા કાયદાકીય દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી અંતિમ સમીક્ષા રિપોર્ટ બનાવશે. જેના પર નજર કર્યા પછી ચૂંટણી પંચ દ્વારા અહીં ચૂંટણીની જાહેરાત થઈ શકે છે.
ADVERTISEMENT