જામનગરઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ત્યારે ભાજપ દ્વારા 160 ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે. આમાં ઈન્ડિયન ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને પણ જામનગર ઉત્તર તરફથી ટિકિટ મળી છે. જોકે જાડેજાના બહેન નયના બા કોંગ્રેસમાં હોવાથી આ રાજકીય રસાકસી જોવાજેવી થઈ છે. એટલું જ નહીં અગાઉ નયના બાએ રિવાબા પર આડકતરો કટાક્ષ કર્યા પછી આજે કોંગ્રેસને ચૂંટણી પ્રચારમાં મદદ કરતા રાજકારણ ગરમાયું હતું. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ…
ADVERTISEMENT
નયના બા જોડાયા કોંગ્રેસના પ્રચારમાં…
થોડા દિવસ પહેલા જ નયાના બાએ કટાક્ષ કરતા આડકતરો વાર રિવાબા પર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે જામનગર ઉત્તરની બેઠક પરથી જો ભાજપ નવો ચહેરો મેદાનમાં ઉતારશે તો અવશ્ય હારનો સામનો કરશે. તેવામાં રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાને જ જામનગર ઉત્તરની ટિકિટ મળી જતા મુદ્દો વધુ ગરમાયો છે. તમને જણાવી દઈએ કે રવીન્દ્ર જાડેજાના બહેન કોંગ્રેસમાં છે અને પત્ની ભાજપમાં ઉમેદવાર પસંદ થયા છે.
ત્યારે આજે જાડેજાના બહેન નયના બા કોંગ્રેસની પ્રચાર રેલીમાં જોડાયા હતા. તેમણે કોંગ્રેસના ઉમેદવારનો પ્રચાર કર્યો હતો. તથા નયનાબાએ જોરશોરથી કોંગ્રેસની જીત માટે રેલીમાં ભાગ લીધો હતો. હવે જોવાજેવું રહેશે કે ચૂંટણીના મેદાનમાં આગળ શું થશે.
રિવાબાએ કહ્યું- રવીન્દ્ર જાડેજા પ્રચારમાં મદદ કરશે
રવીન્દ્ર જાડેજાના પત્ની રિવાબાએ કહ્યું હતું કે હું ભાજપની ઉમેદવાર છું એટલે રવીન્દ્ર જાડેજા પણ ભાજપના કાર્યકર્તા જ કહેવાય. ચૂંટણી પ્રચારમાં તેઓ અવશ્ય ભાજપનો પ્રચાર કરવા મેદાનમાં ઉતરશે. મને પણ તેઓ સમાજ સેવામાં ઘણી સહાયતા કરશે.
with inputs: દર્શન ઠક્કર
ADVERTISEMENT