અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીનો ત્રિપાંખિયો જંગ હવે ગણતરીના મહિનાઓમાં યોજાશે. જેને જોતા રાજ્યમાં વિવિધ દિગ્ગજ નેતાઓના પ્રવાસોનો દોર પણ વધી ગયો છે. અત્યારે ચૂંટણીની જાહેરાત થાય એની પહેલા સત્તાપક્ષ દ્વારા ખાતમૂહુર્ત તથા લોકાર્પણ કરવામાં વ્યસ્થ છે. જ્યારે અન્ય પક્ષો લોકોને વાયદાઓ આપી રિઝવવાના પ્રાયસ કરી રહ્યા છે. તો ચલો અત્યારે ચૂંટણી પહેલા પાર્ટીઓ દ્વારા કેવા દાવપેચ રમાયા તથા પક્ષપલટા સહિત જનતાને આપેલા વાયદાઓ પર નજર કરીએ.
ADVERTISEMENT
ચૂંટણી જીતવા પાર્ટીઓના દાવપેચ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. ત્યાં સુધીમાં તો અત્યારે વિવિધ માધ્યમો થકી સરવે જાહેર કરી દેવાનું શરૂ કરાયું છે. તો વળી કેટલીક પાર્ટીઓ દ્વારા રિક્ષાચાલકોથી લઈ દલિત સફાઈ કર્મચારીઓને આવરી લેતું રાજકારણ રમાઈ રહ્યું છે. અત્યારે વિવિધ પાર્ટીઓ દ્વારા એક પછી એક બધા સમાજને આકર્ષવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જોકે આ દરમિયાન સરકારના પેન્ડિંગ કામો પર નિશાન કરીને ઘણા મુદ્દાઓ ઉછાળવામાં આવ્યા હતા.
આ મુદ્દાઓએ ત્યારપછી આંદોલનોનો દોર શરૂ થઈ ગયો હતો. અહીં કર્મચારીઓ દ્વારા પડતર માગણીઓને લઈને સરકારને પડકારવામાં આવી હતી. જોકે ચૂંટણી પહેલા સત્તાધારી પક્ષે મોટાભાગના આંદોલનો સમેટાઈ જાય એના માટેની કાર્યવાહી કરી હતી. તેવામાં રખડતા ઢોરનો મુદ્દો પણ ઘણો ઉછળ્યો હતો. આ દરમિયાન પીછેહઠ થવાથી લઈ રાજકારણના વિવિધ દાવપેચો નેતાઓ દ્વારા ચૂંટણી મેદાનમાં મુકાયા હતા. વળી ચૂંટણીમાં નવા પક્ષોની એન્ટ્રીથી નેતાઓના પક્ષપલટાનું પ્રમાણ પણ વધી ગયું છે.
3 મહિનામાં જામ્યો ત્રિપાંખીયો જંગ
પાર્ટીઓ દ્વારા અપાયેલા વાયદાઓ- ગુજરાત વિધાનસભા ચૂંટણીની આ ટર્મ ત્રિપાંખીયો જંગ સમાન બની ગઈ છે. ભાજપ અને કોંગ્રેસની લડત વચ્ચે હવે આમ આદમી પાર્ટીની એન્ટ્રી થતા બંને પક્ષો સતર્ક થઈ ગયા છે. કારણ કે આમ આદમી પાર્ટીએ લોકોને રિઝવવા માટે તેમની પ્રાથમિક જરૂરિયાતોથી લઈ રોજગાર, શિક્ષણ ક્ષેત્રે ઘણી ગેરન્ટીઓ આપી છે. આ ગેરન્ટીઓમાં 10 લાખ સરકારી નોકરી, 300 યુનિટ મફત વીજળી, જનતાના રૂપિયાને જનતા પાછળ ખર્ચ કરાશે, સરકારી નોકરી/આઉટસોર્સિંગ પ્રક્રિયા નાબૂદ, મહિલાઓને 1 હજાર રૂપિયા પ્રતિ માસની સન્માન રાશિ તથા ઘણી માગણીઓને સંતોષવાની જાહેરાત સામેલ છે.
કોંગ્રેસે અપનાવી AAP સ્ટ્રેટેજી?
કોંગ્રેસ દ્વારા પણ જનતાને રિઝવવા માટે ઘણી ગેરન્ટીઓ આપવામાં આવી છે. જેમાં જૂની પેન્શન યોજના, ખેડૂતોનુમ 3 લાખ સુધીનું દેવુ માફ તથા વીજળી બિલ માફ, 10 લાખ રૂપિયા સુધીની સારવાર ફ્રી, શિક્ષણ ક્ષેત્રે દીકરીઓને માસ્ટર સુધી મફત શિક્ષણ, કોવિડમાં મૃત્યુ પામ્યા હોય તેને 4 લાખ રૂપિયા સુધીની સહાય.
ADVERTISEMENT