અમદાવાદ: ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર-કચ્છની 54 અને દક્ષિણ ગુજરાતની 35 બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે. પ્રથમ તબક્કામાં 788 ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે, ત્યારે સાંજે 5 વાગ્યા સુધીમાં તેમનું ભાવી EVMમાં કેદ થશે. આજે 2.39 કરોડ મતદારો 25,430 મતદાન મથકો પર જઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાંથી 5.74 લાખ જેટલા મતદારો પ્રથમ વખત મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યના તમામ મતદારોને લોકશાહીના આ મહાપર્વમાં જોડાવા માટે અપીલ કરવામાં આવી છે. સવારે 9 વાગ્યા સુધીમાં 4.52 ટકા મતદાન થયું છે.
ADVERTISEMENT
કયા જિલ્લામાં કેટલું મતદાન થયું?
અમરેલી – 4.68%
ભરુચ – 3.44%
ભાવનગર – 4.13%
બોટાદ – 4.62%
ડાંગ – 7.76%
દ્વારકા – 4.09%
ગીર સોમનાથ – 5.17%
જામનગર – 4.42%
જૂનાગઢ – 4.05%
કચ્છ – 5.06%
મોરબી – 5.17%
નર્મદા – 5.30%
નવસારી – 5.33%
પોરબંદર – 3.92%
રાજકોટ – 4.45%
સુરત – 3.54%
સુરેન્દ્રનગર – 5.41%
તાપી – 7.25%
વલસાડ – 5.58%
LIVE અપડેટ્સ:
- રવિન્દ્ર જાડેજાના બહેન નયનાબા અને પિતા અનિરુદ્ધસિંહ જાડેજાએ મતદાન કર્યું
- કેન્દ્રીય મંત્રી પરસોતમ રૂપાલાએ પોતાના વતન ઇશ્વરીયા ગામે કર્યું મતદાન.
- અમરેલી જિલ્લા ભાજપના ઉપાધ્યક્ષ સુરેશ પાનસુરીયા 50 વ્યક્તિઓના સહપરિવાર સાથે ઢોલ લઈને મતદાન મથકે પહોંચ્યા.
- સુરતમાં કતારગામથી AAPના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ વોટ નાખ્યો
- જૂનાગઢમાં કોંગ્રેસના 78 વર્ષના ઉમેદવાર ભીખા જોશીએ વોટ નાખી લોકોને મતદાન કરવાની અપીલ કરી
- પોરબંદરમાં કોંગ્રેસના ઉમેદવાર અર્જુન મોઢવાડીયાએ કર્યુ મતદાન
- નવસારીના વાંસદામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ મતદાન કરવા પહોંચ્યા
- રાજકોટમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈવાળાએ મતદાન કર્યું
- જામનગરમાં કોંગ્રેસના ઉમેદવાર બીપેન્દ્ર સિંહે પરિવાર સાથે મત નાખ્યો
- ધ્રાંગધ્રામાં સ્વામિનારાયણના સંતોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.
- મોરબીમાં ભાજપના ઉમેદવાર કાંતિ અમૃતિયાએ નિલકંઠ વિદ્યાલયમાં મતદાન કર્યું
- પરેશ ધાનાણી સાઈકલ પર ગેસનો બાટલો લઈને મતદાન કરવા માટે નીકળ્યા હતા.
- પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજકોટમાં મતધિકારનો ઉપયોગ કર્યો.
- 90 વર્ષના હસમુખ લાલ શાહે લાકડીના ટેકે મતદાન મથકે પહોંચી વોટ આપ્યો.
- સુરેન્દ્રનગરમાં મતદાન કરવા ઉત્સાહ જોવા મળ્યો, સવારથી મતદાન મથકો બહાર લાંબી લાઈન લાગી.
- જૂનાગઢમાં મતદાન માટે સવારથી લાંબી લાઈનો જોવા મળી.
- જામનગરની પ્રથમ મહિલા મેયર બીના કોઠારીએ પરિવાર સાથે 8 વાગ્યે પહેલા વોટિંગ કર્યું.
- રિવાબા જાડેજા રાજકોટની આઈપી મિશન સ્કૂલમાં મતદાન કરવા પહોંચ્યા.
- મધ્ય પ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે પરિવાર સાથે નવસારીમાં વોટિંગ કર્યું.
- પુર્ણેશ મોદીએ સુરતમાં મતદાન કેન્દ્રએ પહોંચીને મતદાન કર્યું હતું.
આ 12 પ્રકારના ડોક્યુમેન્ટ માન્ય ગણાશે
ADVERTISEMENT