વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીને લઈને ભાજપ સરકારની ખાસ તૈયારીઓને અંતિમ ઓપ આપવા માટે અમિત શાહ ફરીથી ગુજરાત પ્રવાસે આવ્યા છે. તેઓ આ દરમિયાન વડોદરાની મુલાકાતે પહોંચી ગયા છે. જ્યાં અમિત શાહ મધ્ય ગુજરાતના ભાજપના સંગઠનો અને કાર્યકર્તાઓ સાથે ખાસ બેઠક કરશે. તેવામાં આ મીટિંગ ચૂંટણીલક્ષી રણનીતિને જોતા મહત્ત્વપૂર્ણ થઈ રહેશે. અહીં અમિત શાહ 4 ઝોનમાં સ્થાનિક આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા કરશે.
ADVERTISEMENT
અમિત શાહ દિવાળી ગુજરાતમાં ઉજવશે
અમિત શાહની વડોદરા મુલાકાતમાં તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહ્યા છે. ગુજરાતમાં ભાજપના કાર્યકર્તાઓ તથા નેતાઓને યોગ્ય માર્ગદર્શન આપવા માટે અમિત શાહ ગુજરાત પ્રવાસે આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેઓ 26 ઓક્ટોબર સુધી રાજ્યમાં જ રહેશે અને અહીં દિવાળી પણ ઉજવશે. નોંધનીય છે કે તેમના આ પ્રવાસ પાછળનો મુખ્ય હેતુ ચૂંટણીલક્ષી તૈયારીઓનું અવલોકન કરી અંતિમ ઓપ આપવા પર રહેશે.
4 ઝોનમાં તેઓ સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે મુલાકાત કરશે તથા તેમનો સાથ સી.આર.પાટીલ અને ભૂપેન્દ્ર પટેલ પણ આપશે. ઉલ્લેખનીય છે કે આની સાથે અમિત શાહ ઉત્તર ગુજરાતની બેઠકો તથા દક્ષિણ ગુજરાતની બેઠકોને આવરી લેવા માટે ત્યાંના આગેવાનો તથા કાર્યકર્તાઓ સાથે પણ ખાસ બેઠક કરી શકે છે.
જાણો ‘વિધાનસભા વાઈઝ રણનીતિ’ વિશે
ભાજપ દ્વારા નિરીક્ષકોને વિધાનસભા પ્રવાસે મોકલવાની રણનીતિ બનાવી છે. એમના દ્વારા 27,28 અને 29 તારીખે વિધાનસભાના પ્રવાસો કરીને જે જે લોકોને ઉમેદવારી નોંધાવવી હોય તેમની સાથે વન ટુ વન ચર્ચા કરશે. આની સાથે ઉમેદવારી ઈચ્છુક લોકો વાર્તાલાપ કરી એક રિપોર્ટ તૈયાર કરશે. ત્યારપછી આ રિપોર્ટને પર્લામેન્ટ્રી બોર્ડમાં મોકલાશે તથા આના આધારે ટિકિટોનું ગણિત પણ થઈ શકે એવી ધારણા કરાઈ રહી છે.
With Input- દિગ્વિજય પાઠક
ADVERTISEMENT