વિધાનસભા ચૂંટણીની ટિકિટ વહેંચણી મુદ્દે Congressનો મોટો નિર્ણય, આવા ઉમેદવારોને નહીં આપે તક

અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી…

gujarattak
follow google news

અમદાવાદ: ગુજરાતમાં ટૂંક સમયમાં જ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની છે. ચૂંટણી પહેલા તમામ રાજકીય પાર્ટીઓ તડામાર તૈયારીઓમાં લાગી ગઈ છે. ગુજરાત કોંગ્રેસે વિધાનસભા ચૂંટણીના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા શરૂ કરી છે. કોંગ્રેસની સ્ક્રિનિંગ કમિટી રાત દિવસ ઉમેદવારો પર કામગીરી કરી રહી છે. ઉમેદવારી કરવા ઈચ્છતા લોકોએ 12મી સપ્ટેમ્બર સુધીમાં બાયોડેટા આપવાના છે અને 15મી સુધીમાં આ બાયોડેટાને પ્રદેશ કાર્યાલય સામે મૂકાશે.

આવા ઉમેદવારોને નહીં મળે ટિકિટ
સૂત્રો મુજબ, ગુજરાતની ચૂંટણીમાં ટિકિટની વહેંચણી મુદ્દે ગુજરાત કોંગ્રેસે નિર્ણય લીધો છે કે ટોળા સાથે દાવેદારી કરનારા ઉમેદવારોને ટિકિટ નહીં અપાય. હાલમાં જ કોંગ્રેસ કમિટીની બેઠક બાદ જગદીશ ઠાકોરે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાની શરૂઆત કરી દીધી હોવાનું જણાવ્યું હતું. આ માટે તેમને 130 સૂચનો મળ્યા છે.

12 સપ્ટેમ્બર સુધીમાં ઉમેદવારી નોંધાવી શકાશે
તેમણે કહ્યું હતું કે, 12 સપ્ટેમ્બર સુધીમાં ટિકિટ વાચ્છુકો ઉમેદવારી નોંધાવી શકશે. જિલ્લા કોંગ્રેસ કમિટીએ આ બાયોડેટા 15 તારીખ સુધી પ્રદેશ કાર્યાલયે પહોંચાડવાના રહેશે. આગામી 21,22 અને 23 સપ્ટેમ્બરે ફરી એકવાર સ્ક્રિનિંગ કમિટીની બેઠકનું આયોજન થશે. ત્યાર બાદ દરેક પેનલ સંભવિત ઉમેદવાર પર ચર્ચા કરીને આખરી નિર્ણય લેશે.

વર્તમાન ધારાસભ્યોની ટિકિટ નહીં કપાય
જો કે આ ઉપરાંત કોંગ્રેસના વફાદાર રહેલા ધારાસભ્યોની ટિકિટ નહીકાપવામાં આવે તેવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે સુખરામ રાઠવા અગાઉ પણ આ અંગે નિવેદન આપી ચુક્યાં છે. હાલના ધારાસભ્યોને હટાવવા અંગેની કોઇ જ વિચારણા નથી.

    follow whatsapp