વડોદરાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વચ્ચે પક્ષપલટાની ઘટનાઓ પણ સામે આવતી રહે છે. તેવામાં ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા નેતાના કારણે આંતરિક કકળાટ શરૂ થઈ ગયો છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ટિકિટ કોને મળશે એ મુદ્દે કોંગ્રેસમાં આંતરિક કકળાટ વધતો જઈ રહ્યો છે. તેવામાં 2 દિગ્ગજ નેતાઓ એકબીજા સામે બાયો ચઢાવી દેતા પાર્ટી માટે જોવાજેવી થઈ છે. ચલો સમગ્ર ઘટના પર નજર કરીએ….
ADVERTISEMENT
ખુમાનસિંહ ચૌહાણનો હુંકાર
વિધાનસભા ચૂંટણી પહેલા ખુમાનસિંહ ચૌહાણ દ્વારા સ્પષ્ટપણે પાર્ટીને ચીમકી આપવામાં આવી છે. તેઓ 4 વખત ધારાસભ્ય અને મંત્રી રહી ચૂક્યા છે, તેવામાં કુલદીપ સિંહ રાઉલજી કે જેઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા છે, એમને ટિકિટ ન આપવા મુદ્દે ખુમાનસિંહે બાયો ચઢાવી છે. તેમણે કહ્યું કે હું સાવલી વિધાનસભા બેઠકમાંથી જ ઉમેદવાર રહીશ અને ચૂંટણી લડીને જીત દાખવીશ. જો રાઉલને ટિકિટ મળસે તો કોંગ્રેસની હાર થશે.
રાઉલનું કોંગ્રેસમાં જોડાવવું ચૂંટણીલક્ષી રણનીતિ- ખુમાનસિંહ
કોંગ્રેસના દિગ્ગજ નેતા ખુમાનસિંહે જણાવ્યું કે સાવલી બેઠક પરથી જો કુલદીપસિંહ રાઉલજીને ટિકિટ મળી અને તેઓ કદાચ જીતી પણ ગયા. તો પાર્ટીને નુકસાન થશે. રાઉલજી જીત મેળવ્યા પછી 4થી 5 મહિનાની અંદર પાછા ભાજપમાં પરત ફરી જશે. આ નિવેદન આપીને તેમણે સંકેત આપતા કહ્યું કે ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયેલા રાઉલની આ અલગ રણનીતિ હોઈ શકે છે.
ભાજપમાં 10 વર્ષથી કુલદીપસિંહ કામ કરી રહ્યા હતા…
આ વિધાનસભા ચૂંટણીમાં ભાજપ પાસેથી ટિકિટ માગી પરંતુ નહીં મળે એવા એંધાણ જણાતા તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ અપનાવી લીધો છે. ઉલ્લેખનીય છે કે કુલદીપસિંહ રાઉલજી 10 વર્ષથી ભાજપ સાથે જોડાયા હતા. તેવામાં હવે કોંગ્રેસના દિગ્ગજ નેતા ખુમાનસિંહે જણાવ્યું કે કુલદીપસિંહ રાઉલજી પણ અન્ય નેતાની જેમ કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાઈ જશે. બીજી બાજુ ખુમાનસિંહની વાત કરીએ તો કોંગ્રેસે 2017મા ટિકિટ ન આપતા તે એન.સી.પીમાં જોડાઈ ગયા હતા.
ADVERTISEMENT