ગાંધીનગર: નાણામંત્રી કનુ દેસાઈએ નાણાકીય વર્ષ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. આગામી એક વર્ષ માટે ગુજરાતનું ૩ લાખ 1 હજાર 22 કરોડ નું બજેટ રજૂ કર્યું છે. તેમણે જણાવ્યું કે, આગામી 5 વર્ષને ધ્યાનમાં રાખીને બજેટ તૈયાર કરાયું છે. શ્રમિકોને ભોજન આપતી યોજનોના વિસ્તાર કરવાનાં આવશે.
ADVERTISEMENT
આ વખતના બજેટમાં 24 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 57053 કરોડનો વધારો કરવામાં આવ્યો છે . શિક્ષણ વિભાગને સૌથી વધુ બજેટ ફળવામાં આવ્યું. બીજા નંબરે આરોગ્ય વિભાગને બજેટ ફાળવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગ માટે જાણો કેટલું બજેટ
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ મિશન સ્કુલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત માળખાકિય અને અન્ય સુવિધાઓ માટે 23109 કરોડની જોગવાઈ. પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ધોરણ 6 થી 12 સુધીનું શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત શિક્ષણ વિનામૂલ્યે મળે તે માટે સામાજિક ભાગીદારી સાથે ઉચ્ચસ્તરીય સુવિધા ધરાવતી 400 જ્ઞાનસેતુ ડે સ્કૂલ્સ માટે કુલ 264 કરોડની જોગવાઈ બજેટમાં કરવામાં આવી છે.
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટેની જોગવાઈ
આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ માટે કુલ 15,182 કરોડની જોગવાઇ. એમ્બ્યુલન્સ સેવાઓની ક્ષમતામાં વધારો કરવા નવી 198 એમ્બ્યુલન્સ વસાવવા માટે 55 કરોડની જોગવાઇ કરવામાં આવી છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે કુલ 6 હજાર 64 કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT