ગુજરાત દરેક જિલ્લા હેડક્વાર્ટરમાં TRUE-5G સેવા મેળવનારું પહેલું રાજ્ય બન્યું…

અમદાવાદઃ ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. જિયાએ ગુજરાત રાજ્યમાં તેની TRUE-5G સેવાઓ શરૂ કરી દીધી છે. કંપનીએ આ…

gujarattak
follow google news

અમદાવાદઃ ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોએ શુક્રવારે મોટી જાહેરાત કરી હતી. જિયાએ ગુજરાત રાજ્યમાં તેની TRUE-5G સેવાઓ શરૂ કરી દીધી છે. કંપનીએ આ અંગે સ્ટોક એક્સેન્જ ફાઈલિંગમાં જણાવ્યું હતું કે ગુજરાત પ્રત્યેક 33 જિલ્લા હેડક્વાર્ટરમાં Jio TRUE-5G સેવા મેળવનારું પહેલું રાજ્ય બની ગયું છે. આની સાથે જ ગુજરાત રાજ્યમાં Jioના યૂઝર્સ 25 નવેમ્બરથી વેલકમ ઓફર પસંદ કરી શકે છે. જેમાં કોઈપણ પ્રકારના એક્સ્ટ્રા ચાર્જ વિના તેઓ 1 Gbps+ સ્પીડ સુધી અનલિમિટેડ ડેટાનો વપરાશ કરી શકશે.

ગુજરાત રિલાયન્સની જન્મભૂમિ છે…
રિલાયન્સે જેવી રીતે જાહેરાત કરી હતી એના પ્રમાણે આ 5G સ્પીડ ગુજરાતના લોકોને સમર્પિત છે. રિલાયન્સની જન્મભૂમિ ગુજરાત છે. તેથી રિલાયન્સ માટે ગુજરાત મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. તેવામાં હવે રાજ્યના હજારો વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમથી સારુ ગુણવત્તાવાળુ શિક્ષણ મળી શકશે.

વળી મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે Jio ‘એજ્યુકેશન-ફોર-ઑલ’ ફાઉન્ડેશન નામની TRUE 5G-સંચાલિત પહેલ પણ શરૂ કરી રહ્યું છે. આ પહેલ હેઠળ Jio ગુજરાતમાં 100 શાળાઓને ડિજીટલ કરશે. તે શાળાઓને Jio True 5G કનેક્ટિવિટીથી શિક્ષકો અને વિદ્યાર્થીઓના સહયોગ દ્વારા સારુ પ્લેટફોર્મ પૂરૂ પાડશે. તથા આની મદદથી શાળા સંચાલન સાથે ડિજિટલ પહેલ શરૂ કરવામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપશે.

TRUE 5G અંગે આકાશ અંબાણી કહ્યું…
રિલાયન્સ જિયો ઈન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે અમને કહેતા ગર્વ થાય છે કે ગુજરાતના હવે 100 ટકા જિલ્લાના હેડક્વાર્ટર મજબુત 5G નેટવર્ક સાથે કનેક્ટેડ છે. અમે આ ટેક્નોલોજીની તાકાત જણાવવા માગીએ છીએ. આના દ્વારા કેવી રીતે એક અબજથી વધુ લોકોના જીવન પર અસર થાય છે એ લોકોની સમક્ષ દર્શાવવા અમે માગીએ છીએ.

    follow whatsapp