ગાંધીનગર: રાજ્યમાં નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવવીને ખોટા બળાત્કારના કેસમાં બદનામ કરવાના કાવતરાનો પર્દાફાશ થયો છે. જેમાં ભાજપના જ OBC મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ષડયંત્રમાં પત્રકારો પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. સમગ્ર કૌભાંડમાં ગુજરાત ATSએ 5 લોકોની અટકાયત કરી છે.
ADVERTISEMENT
પત્રકારોને ખોટું એફિડેવિટ વાઈરલ કરવા રૂ.5 લાખ અપાયા
નિવૃત્ત DGPને ખોટી રીતે ફસાવવા અને બદનામ કરવાના કેસમાં ગુજરાત ATSએ 05 લોકોને પકડ્યા છે. ભાજપ ઓબીસી મોરચાના સ્થાનિક નેતા મુખ્ય સુત્રધાર હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક ભાજપના નેતાઓ અને પત્રકારોએ મળીને એક મહિલા સાથે બળાત્કારનું ખોટું સોગંદનામું કરાવવાનું ષડયંત્ર રચ્યું હતું. એફિડેવિટ વાયરલ કરવા માટે બે પત્રકારોએ પાંચ લાખ રૂપિયાની સોપારી લીધી હતી અને અખબારમાં પ્રકાશિત કરવા માટે, બ્લેકમેલ કરીને પૈસા પડાવવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.
8 કરોડનો તોડ કરવાનો પ્લાન બનાવ્યો હતો
પેથાપુરની મહિલાના ભાઈને છોડાવવાના બહાને એક વ્યક્તિએ પોતે ઉચ્ચ પોલીસ અધિકારી હોવાનું જણાવી તેને ચાંદખેડામાં પોતાના બંગલે બોલાવી બે વાર દુષ્કર્મ આચર્યું હતું. જે વાત મહિલાએ આરોપી જી.કે પ્રજાપતિને જણાવી હતી. તેણે સુરતના હરેશ જાદવ નામના વ્યક્તિ સાથે મહિલાની મુલાકાત કરાવી રૂ.8 કરોડનો તોડ કરવાની વાત કરી અને મહિલાને પોતે કહે તેમ કરવા કહ્યું હતું. બાદમાં પેથાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી મેજીસ્ટ્રેટ સામે મહિલાને પોલીસનું નામ ન જણાવવા દબાણ કર્યું હતું. આ માટે આરોપીઓએ મહિલાને ઊંઘની ગોળી ખવડાવી હતી. બાદમાં કોર્ટમાં મહિલાના નિવેદન બાદ તેમણે એફિડેવિટમાં નવા ફકરા ઉમેરી ઉચ્ચ પોલીસ અધિકારીનું નામ ઉમેર્યું હતું. બાદમાં તેમનો સંપર્ક કરીને રૂ.8 કરોડની માગણી કરતા હતા નહીંતર બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
ADVERTISEMENT