ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રમાં પહેલા દિવસે પેપર ફોડનારાઓ સામે કાયદો લાવવા માટેનું બિલ ગુજરાત વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું છે. આ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી. દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે પરીક્ષા વિઘેયકના કાયદાને આવકાર્યો હતો. જોકે તેમણે એવું પણ કહ્યું કે આવા પગલા વહેલા લેવાની જરૂર હતી. ઉપરાંત તેમણે એવું પણ કહ્યું છે કે કાયદો માત્ર કાગળ પુરતો ન રહી જાય તેની અમલવારી પ્રામાણીક પણે થાય તેવી પણ આશાઓ તેમણે વ્યક્ત કરી છે.
ADVERTISEMENT
સરકારી પરીક્ષાનો વીમો ઉતરાવડાવો, પેપર ફુટે તો દરેક વિદ્યાર્થીને 2 લાખ વળતર મળે: મકવાણા
ત્રુટીઓની ચર્ચા કરી ફૂલ પ્રુફ સિસ્ટમ આપીએઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે આ મામલે કહ્યું કે, આ કાયદો લાવવા માટે લોકોએ ઘણું બધું ગુમાવ્યું છે. પણ આખરે બધા જ લોકોની મહેનત, વિદ્યાર્થીઓની મહેનત ફળી છે તે તેમામનો હું આભાર વ્યક્ત કરું છું. જુનિયર ક્લાર્ક પેપર ફોડનારાઓ પર પણ આ કાયદો લગાવવામાં આવે તેમજ બિલમાં રહેલી ત્રુટીઓ પર ચર્ચા કરીને વિદ્યાર્થીઓને એક ફૂલ પ્રુફ સિસ્ટમ આપી શકીએ.
IPS સફીન હસને અચાનક અમદાવાદમાં શરૂ કરાવી કાર્યવાહી, શું શોધતી હતી પોલીસ?
કાયદો કાગળ પર ન રહી જાયઃ યુવરાજસિંહ
યુવરાજસિંહે કહ્યું કે, પેપર ફૂટવાને કારણે વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા થતા હતા જે હવે તેના અંગે કાયદો લાવવાથી અટકશે. જોકે ક્યાંકને ક્યાંક એવું લાગે છે કે ઘણું મોડું થયું છે. અત્યાર સુધી 23થી 25 સ્પર્ધાત્મક તેમજ અન્ય પેપર ફૂટ્યા છે. છતાં આ પગલું આવકારદાયક છે. પણ કાયદો ફક્ત કાગળ પર રહી ન જાય તે જવાબદારી આપણા જનપ્રતિનિધિઓની છે.
(ઈનપુટઃ ગોપી ઘાંઘર, ગાંધીનગર)
ADVERTISEMENT