અમદાવાદ: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને (Gujarat Elections 2022) લઈને તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે આજે બપોરે 12 વાગ્યે ચૂંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ યોજાવા જઈ રહી છે. ત્યારે આજે ગુજરાતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવશે. ત્યારે આ વખતે પણ ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણીની જાહેરાત થવાની છે.
ADVERTISEMENT
ક્યારે યોજાઈ શકે ચૂંટણી
થોડા સમય પહેલા જ ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો જાહેર કરી હતી. જેમાં 8 ડિસેમ્બરે વોટની ગણતરી થશે અને પરિણામો જાહેર કરાશે. ગત વખતે પણ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો સાથે આવુ્યો હતા. એવામાં આ વખતે ગુજરાતમાં પણ 8 ડિસેમ્બરે જ ચૂંટણીનું પરિણામ આવે તેવી પ્રબળ શક્યતા છે. એવામાં ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી 1થી 5 ડિસેમ્બર વચ્ચે યોજાઈ શકે છે.
આ વખતે 8 લાખથી વધુ યુવા મતદારો વોટ આપશે
નોંધનીય છે કે, તાજેતરમાં જ ચૂંટણી પંચે 2022ની વિધાનસભા ચૂંટણી માટે આખરી મતદારયાદીની જાહેરાત કરી હતી. જેમાં રાજ્યમાં 18 થી 19 વય જૂથમાં 4.61 લાખથી વધુ યુવા મતદારોએ નોંધણી કરાવી હોવાનું સામે આવ્યું હતું. આ યુવા મતદારો પૈકી 2.68 લાખથી વધુ યુવા પુરૂષ અને 1.93 લાખથી વધુ યુવા મહિલા મતદારોનો સમાવેશ થાય છે. તેવી જ રીતે 20 થી 29 વર્ષના વય જુથમાં કુલ 4.03 લાખથી વધુ નવા મતદારો નોંધાયા છે. જેમાં પુરૂષ મતદારો 1.45 લાખથી વધુ અને 2.57 લાખથી વધુ મહિલા મતદારોનો સમાવેશ થાય છે. આમ કુલ 8.64 લાખ જેટલા યુવા મતદારો આ વખતે પહેલી વખત વોટ આપશે.
ગુજરાતમાં કેમ ચૂંટણીની તારીખ મોડી જાહેર થશે?
ગુજરાતમાં દિવાળી પહેલા ઘણા સરકારી કાર્યક્રમો બાકી હતા. ગત 18થી 22 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં ડિફેન્સ ઓક્સપોનું આયોજન કરવામાં આવેલું. અગાઉ આ એક્સપો માર્ચમાં યોજાવાનો હતો, પરંતુ વિવિધ કારણોસર તેને પાછો ખસેડવામાં આવ્યો હતો. જ્યારે કેટલાક સરકારી કાર્યો પણ બાકી હતા. એવામાં ગુજરાતની ચૂંટણીની તારીખો હિમાચલ પ્રદેશની ચૂંટણીની તારીખો સાથે નહોતી કરવામાં આવી.
ADVERTISEMENT