GTvsCSK LIVE: ધોનીની સામે ઉતરતા પહેલા હાર્દિક પંડ્યાએ આપ્યું મોટુ નિવેદન

Krutarth

• 02:58 PM • 23 May 2023

અમદાવાદ : આજે હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે આજે સીધી જ ટક્કર થવાની છે. બંન્ને ટીમો તમામ દમખમ સાથે આજે જીતવાના ઇરાદાથી ઉતરશે. હાર્દિક…

Hardik Pandya and Mahendrasingh Dhoni

Hardik Pandya and Mahendrasingh Dhoni

follow google news

અમદાવાદ : આજે હાર્દિક પંડ્યા અને મહેન્દ્રસિંહ ધોની વચ્ચે આજે સીધી જ ટક્કર થવાની છે. બંન્ને ટીમો તમામ દમખમ સાથે આજે જીતવાના ઇરાદાથી ઉતરશે. હાર્દિક પંડ્યાનું આ સમયે મોટુ નિવેદન સામે આવ્યું છે. હાર્દિક પંડ્યાએ જણાવ્યું કે, અમે એક સ્પોર્ટમેનશીપ સ્પિરિટ હેઠળ સામસામે ઉતરી રહ્યા છીએ. ધોની એક એવું વ્યક્તિત્વ છે કે કોઇ શેતાન જ હશે જે તેમને નફરત કરશે.

IPL 2023 ની પ્રથમ ક્વોલિફાયર મેચ ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઇ સુપર કિંગ્સની વચ્ચે રમાવાની છે.આ મેચની પહેલા ગુજરાતના કેપ્ટન હાર્દિક પંડ્યાએ એમએસ ધોની અંગે નિવેદન આપ્યું છે. હાર્દિક પંડ્યાનું માનવું છે કે, કોઇ શેતાન જ હશે કે જે એમ.એસ ધોનીને નફરત કરતો હોય.હાર્દિકે એક વીડિયામાં કહ્યું કે, હું હંમેશા ધોનીનો પ્રશંસક રહ્યો છું. આટલા પ્રશંસકો અને આટલા બધા ક્રિકેટ પ્રેમીઓ પૈકીનો હું એક છું. તમને મહેન્દ્રસિંહ ધોનીને નફરત કરો છો તો તેના માટે શૈતાન બનવાની જરૂર છે.

હાર્દિક પંડ્યાએ કહ્યું કે, તેમણે એમએસ ધોની સાથે ખુબ જ બારીકિઓ સીખી છે. એટલે સુધી કે તેઓ વાત કરવામાં બાબતે પણ ખુબ જ સમર્થ છે. હાર્દિક પંડ્યાની ટીમ સતત બીજી સિઝનના પ્લે ઓફમાં પહોંચ્યા છે. ગત્ત વર્ષે ગુજરાત ટાઇટન્સે ખિતાબ પણ જીત્યો હતો. બીજી તરફ મહેન્દ્રસિંહ ધોનીનો પ્રયાસ રહેશે કે તે સીએસકેને ખિતાબ જીતાડશે. ઉપરાંત નિવૃત થતા પહેલા પણ તે ઇચ્છશે કે પોતાની ટીમને કપ જીતાડે. સારો ફિનિશર સાબિત થાય.

    follow whatsapp