ચેન્નઈ: IPL-2023માં આજે ફાઈનલમાં પહોંચનારી એક ટીમ મળી જશે. ચેન્નાઈ એમ. ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે આજે ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ટુર્નામેન્ટનો ક્વોલિફાયર-1 રમાશે. ટેબલ ટોપર્સ બંને ટીમો મજબૂત ફોર્મમાં છે અને વિજેતાને ફાઇનલની ટિકિટ મળશે. જ્યારે હારનારને ક્વોલિફાયર-2 દ્વારા ફાઇનલમાં પહોંચવાની વધારાની તક મળશે.
ADVERTISEMENT
હાર્દિક Vs ધોની વચ્ચે મેચ
એક તરફ એમએસ ધોની વિશ્વના સર્વશ્રેષ્ઠ કેપ્ટનોમાંથી એક છે, તો બીજી તરફ હાર્દિક પંડ્યા છે જેણે પ્રથમ સિઝનમાં જ ખિતાબ જીત્યો હતો. પંડ્યા સિનિયર પાર્ટનર ધોનીને પોતાનો મેન્ટર માને છે અને તેની જેમ ભારતીય ક્રિકેટ ટીમમાં ફિનિશરની ભૂમિકા ભજવવા માંગે છે. તે ધોનીની જેમ શાંત રહીને કેપ્ટનશિપમાં વિશ્વાસ રાખે છે. હવે જ્યારે બંને આમને-સામને છે, ત્યારે હરીફાઈ રસપ્રદ થવાની અપેક્ષા છે.
બંને ટીમોનું ફોર્મ અને કેપ્ટનની રણનીતિ છે મજબૂતી
બંને ટીમો ટેબલ ટોપર્સ છે, તેથી સ્વાભાવિક છે કે તેઓ સારા ફોર્મમાં છે. બંને ટીમોમાં મોટા હિટર હાજર છે, તેથી સ્પિન અને પેસની દ્રષ્ટિએ એક અદ્ભુત ટીમ છે. એક તરફ રાશિદ ખાન છે તો બીજી તરફ જાડેજા છે. શમી અને મોહિત CSKના પથિરાના, દીપક ચહર અને તુષાર દેશપાંડે સાથે ટકરાતા જોવા મળશે. કેપ્ટનની વ્યૂહરચના ઘણી મહત્વની રહેશે. જો ચેન્નાઈ મેદાનમાં CSK પાસે હોમ સપોર્ટ છે.
બંને ટીમોની શું છે કમજોરી?
આંકડાની દૃષ્ટિએ હાર્દિક પંડ્યાની ટીમ ધોનીની સીએસકે પર થોડી ભારે છે. ખરેખર, બંને વચ્ચે 3 મેચ રમાઈ છે અને ત્રણેયમાં ગુજરાત જીત્યું છે. બીજી તરફ મેચ ચેન્નાઈમાં હોવાથી હાર્દિકની ટીમને અહીં વધુ અનુભવ નહીં હોય. ચેન્નાઈ માટે આ પ્લસ પોઈન્ટ હશે.
બંને ટીમોના X ફેક્ટર
શુભમન ગીલે જે રીતે બે બેક ટુ બેક સદી ફટકારી છે, ધોની તેને ગમે રીતે વહેલા આઉટ કરવાના પ્રયાસમાં હશે. ગિલ એકલા હાથે ટીમને મોટા સ્કોર સુધી લઈ જવાની શક્તિ ધરાવે છે. બીજી તરફ ધોનીનું મગજ CSK માટે એક્સ ફેક્ટર સાબિત થઈ શકે છે. મધ્ય ઓવરોમાં તે સ્પિનરોનો કેવી રીતે ઉપયોગ કરે છે તે જોવું રસપ્રદ રહેશે. તો CSKના બંને ઓપનર્સ ઋતુરાજ અને કોનવે પણ સારા એવા ફોર્મમાં છે. એવામાં ગુજરાતનો પ્લાન તેમને પણ જલ્દી આઉટ કરવા પર હશે.
ચેન્નાઈ પાસે વિસ્ફોટક બેટ્સમેન
ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડની સારી શરૂઆત ચેન્નાઈ માટે ઘણી મહત્વની રહેશે. ચેપોકમાં અજિંક્ય રહાણેનું પ્રદર્શન પણ ઘણું મહત્વ ધરાવે છે જ્યારે શિવમ દુબે સિઝનમાં CSK માટે સૌથી વધુ સિક્સર ફટકારી ચૂક્યો છે. જોકે, અનુભવી મોહમ્મદ શમી અને રાશિદ ખાનનો સામનો કરવો ચેન્નઈના બેટ્સમેનો માટે આસાન નહીં હોય. જો મેચ માટે પિચને સપાટ બનાવવામાં આવશે તો સ્પિનરોની ભૂમિકા મહત્વની બની જશે. જો ચેન્નાઈ પાસે રવિન્દ્ર જાડેજા, મોઈન અલી અને તિક્ષ્ણાના રૂપમાં સારા સ્પિનરો છે તો ટાઇટન્સ પાસે રાશિદ અને નૂર અહેમદ છે. અફઘાનિસ્તાનના બંને સ્પિનરોએ આ સિઝનમાં અત્યાર સુધી સારો દેખાવ કર્યો છે.
CSKની ટીમમાં કોણ-કોણ છે?
ચેન્નાઈ સુપર કિંગ્સ: એમએસ ધોની (c&wk), આકાશ સિંહ, મોઈન અલી, ભગત વર્મા, દીપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હંગરગેકર, રવિન્દ્ર જાડેજા, સિસાંડા મગાલા, અજય મંડલ, મતિષા પથિરાના , ડ્વેન પ્રિટોરિયસ , અજિંક્ય રહાણે , શેખ રશીદ , અંબાતી રાયડુ , મિશેલ સેન્ટનર , સુભ્રાંશુ સેનાપતિ , સિમરજીત સિંહ , નિશાંત સિંધુ , પ્રશાંત સોલંકી , મહેશ તિક્ષ્ણા.
GTની ટીમમાં કોણ-કોણ છે?
ગુજરાત ટાઇટન્સઃ હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાંઈ સુદર્શન, રિદ્ધિમાન સાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવટિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલઝારી જોસેફ, યશ દયાલ, પ્રદીપ સાંગવાન, દર્શન નલકાંડે, જયંત યાદવ , આર. સાઈ કિશોર, નૂર અહેમદ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવી, ઉર્વીલ પટેલ, જોશુઆ લિટલ અને મોહિત શર્મા.
ADVERTISEMENT