સોલાન: હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રુપના બિઝનેસ સ્થાનો પર સ્ટેટ એક્સાઈઝ એન્ડ ટેક્સેશન ડિપાર્ટમેન્ટે રેડ કરી છે. આ ટીમોએ હિમાચલમાં અદાણી વિલ્મર ગ્રુપના સ્ટોરો પર આ કાર્યવાહી કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે GST અધિકારીઓએ બુધવારે મોડી રાત્રે આ દરોડાની કાર્યવાહી કરી છે. જોકે બાદમાં Adani ગ્રુપ દ્વારા ટ્વીટ કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે, અધિકારીઓને તપાસમાં કોઈ ગરબડી મળી આવી નથી. જોકે હિમાચલ સરકાર તરફથી હજુ કોઈ સ્પષ્ટતા કરાઈ નથી.
ADVERTISEMENT
કંપનીએ GST ન ચૂકવ્યાનો આરોપ
એક મીડિયા રિપોર્ટ મુજબ, પ્રારંભિક તપાસ બાદ કહેવામાં આવ્યું છે કે આ દરોડા એવા સમયે પાડવામાં આવ્યા, જ્યારે આરોપ લાગ્યો કે કંપનીએ ઘણા વર્ષોથી GSTની ચૂકવણી નથી કરી. GST વિભાગની ટીમોએ ગોડાઉનમાં સ્ટોકની તપાસ કરી અને સંબંધિત દસ્તાવેજોની પણ તપાસ કરી.
કંપનીનો હિમાચલમાં કયો બિઝનેસ છે?
જોઈન્ટ કમિશનર ઈન્ફોર્સમેન્ટ સાઉઝ ઝોન પરવાણુ જીડી ઠાકુરે કહ્યું કે, અમે અદાણી વિલ્મરના બિઝનેસ મોડલની તપાસ કરી રહ્યા છીએ. અમને જાણ થઈ છે કે તેમની ઓફિસ, ટ્રાન્સપોર્ટેશન વગેરે ભાડે છે. અમે તમામ રેન્ટ એગ્રીમેન્ટની તપાસ કરી રહ્યા છીએ। કોઈપણ કેશ લાયબિલિટી નથી મળી, જ્યારે આ બિઝનેસમાં 10થી 15 ટકા સુધી કેશ લાયબિલિટી હોવી જરૂરી છે. અમે સામાનના સ્ટોક્સને ચેક કર્યો જેથી જાણી શકાય કે કયા પર GST ક્લેઈમ કરાયો છે.
અદાણી ગ્રુપની કુલ 7 કંપનીઓ હિમાચલમાં
હિમાચલ પ્રદેશમાં અદાણી ગ્રુપની કુલ 7 કંપનીઓ કામ કરી રહી છે. આ કંપનીઓ રાજ્યમાં ફળો સ્ટોરેજ કરવા માટે કોલ્ડ સ્ટોરેજ ચેઈન સુવિધાઓ આપે છે. આ ઉપરાંત ભાડાના સામાનની સપ્લાઈ કરવામાં પણ મોટો હિસ્સો ભજવે છે. પ્રદેશમાં સિવિલ સપ્લાય અને પોલીસ વિભાગમાં સમાનની સપ્લાઈ પણ અદાણી ગ્રુપ દ્વારા કરવામાં આવે છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT