અમદાવાદ: ગુજરાતમાં ચૂંટણી પહેલા જ ATS અને GST વિભાગ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના 12 જિલ્લામાં 150થી વધારે જગ્યાઓ પર ATS અને GST વિભાગ દ્વારા મોટી રેડ પાડવામાં આવી છે. જેમાં મોટી સંખ્યામાં લોકો અટકાયત કરવામાં આવી છે. આ રેડને દેશને આર્થિક નુકસાન પહોંચાડનારા લોકો વિરુદ્ધ આ પ્રકારે દેશની મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે.
ADVERTISEMENT
આ શહેરોમાં દરોડાની કાર્યવાહી ચાલુ
નોંધનીય છે કે, નકલી બિલો બનાવી કરોડો રૂપિયાની હેરાફેરી મામલે GST વિભાગ અને ATSની આ સંયુક્ત કામગીરી કરવામાં આવી છે. જેમાં રાજ્યના અમદાવાદ, ભરુચ, ભાવનગર, સુરત અને જામનગરમાં હાલમાં આ દરોડાની કાર્યવાહી ચાલું છે.
ગઈકાલે જ IT વિભાગના દરોડા પડ્યા હતા
આ પહેલા ગઈકાલે જ IT દ્વારા પણ ગુજરાતમાં અનેક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ, ભુજ અને ગાંધીધામમાં ઘણા મોટા બિઝનેસ હાઉસ સાથે જોડાયેલા લોકોના ત્યાં દરોડા પાડ્યા હતા. IT વિભાગના આ દરોડા રીયલ એસ્ટેટ અને ફાયનાન્સ બ્રોકરના ધંધા સાથે જોડાયેલા લોકોના ત્યાં પડ્યા હતા. ગુજરાતમાં ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ આ પ્રકારે સરકારી એજન્સીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT