વીરેન જોશી/મહીસાગર: ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના લીરેલીરાં ઉડી રહ્યા છે. મહીસાગર જિલ્લામાં બે દિવસમાં દારૂની મહેફિલ માણતા સરકારી કર્મચારીઓ તેમજ અધિકારીના વીડિયો થયા વાઈરલ છે. ગઈકાલે ડાંગર તોલવા આવેલા અધિકારીઓની દારૂની મહેફીલનો વીડિયો સામે આવ્યો હતો. ત્યારે આજે કડાણાના નાયબ મામલતદારનો દારૂના ગ્લાસ સાથેનો વીડિયો સામે આવ્યો છે. તેવામાં GUJARAT TAK રિયાલિટી ચેક કરવા માટે ઘટનાસ્થળે પહોંચ્યું હતું. જાણો પછી સરકારી કચેરીમાંથી શેનો થયો પર્દાફાશ…
ADVERTISEMENT
ગુજરાત રિયાલિટી ચેક…
કડાણામાં મામલતદાર કચેરીનું રિયાલિટી ચેક કરવા માટે ગુજરાત તકની ટીમ પહોંચી હતી. જોકે ત્યાં નાયબ મામલતદાર ગેરહાજર રહ્યા હતા. આ કચેરીના ધાબા પરથી નાયબ મામલતદાર રાકેશ પરમારે દારૂ પીને મહેફિલ માણી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. તેવામાં વાઈરલ વીડિયોમાં જે સ્થળ હતું એવું જ નાયબ મામલતદાર કચેરીનું ધાબુ જોવા મળ્યું હતું.
દારૂની ખાલી બોટલો મળી..
કચેરીના કમ્પાઉન્ડમાંથી ખાલી દારૂની બોટલો પણ મળી આવી છે. તેવામાં સવાલ એ થાય છે કે અધિકારીઓ જો દારૂના નશામાં હશે તો લોકોના કામ કેવી રીતે કરશે? બીજી બાજુ જોવા જઈએ તો દારૂની મહેફિલનો એક વીડિયો જ વાઈરલ થયો છે. આની પહેલા કેટલીવાર આવી મહેફિલો થઈ હશે એ જોવું રહ્યું. પોલીસે અત્યારે દારૂની મહેફિલની તપાસ હાથ ધરી દીધી છે. આગળ શું કાર્યવાહી થાય અથવા ઘટના જોવા મળે એના પર સૌની નજર રહેશે.
(ગુજરાત Tak આ વાઈરલ વીડિયોની પુષ્ટિ કરતું નથી.)
ADVERTISEMENT