Viral Video News: આજકાલના યુવાનોને સોશિયલ મીડિયા પર વાઈરલ થવાનું એવું ઘેલું લાગ્યું છે કે તે કંઈ ને કંઈ અવનવું કરતા હોય છે. હાલમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાનું ચલણ ઘણું વધી ગયું છે. પહેલા લોકો આ કામ ફક્ત તેમના ખાલી સમયમાં જ કરતા હતા, પરંતુ હવે તેઓ લગભગ કંઈપણ કરતી વખતે રીલ બનાવવાનું શરૂ કરે છે. કેટલાક રસ્તા પર ચાલતી વખતે રીલ બનાવે છે, જ્યારે કેટલાક રેલ્વે સ્ટેશનની બહાર ડાન્સ કરીને રીલ બનાવે છે. નવાઈની વાત એ છે કે હવે લોકો પોતાના લગ્ન પ્રસંગમાં પણ આવું કરવા લાગ્યા છે. આવા જ એક વ્યક્તિના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. લોકો તેને 'રીલવાળો વરરાજો' કહી રહ્યા છે.
ADVERTISEMENT
લગ્નની તમામ વિધિઓની બનાવી રીલ્સ
આ વ્યક્તિએ તેના લગ્નની બધી જ વિધિઓની રીલ બનાવી છે. તેણે લગ્ન પહેલા હલ્દીથી લઈને સુહાગરાત સુધીની રીલ્સ બનાવી છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ શખ્સને સલાહ આપી રહ્યા છે કે તેણે ફિલ્મી દુનિયામાંથી બહાર આવી જવું જોઈએ.
યુવકના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધુ ફોલોઅર્સ
આ શખ્સના ઈન્સ્ટાગ્રામ પર 3 મિલિયનથી વધારે ફોલોઅર્સ છે. જોકે, તેના વીડિયોને ઘણા અન્ય પ્લેટફોર્મ પર પણ શેર કરવામાં આવ્યા છે. ઈન્સ્ટાગ્રામ પર memecentral.teb નામના પેજ પર વીડિયો શેર કરીને તેના ટેક્સમાં લખવામાં આવ્યું છે કે, રીલ કે રિયલ લગ્ન? ભારતીય લગ્ન પ્રસંગમાં રીલ્સનું પ્રભુત્વ વધવા લાગ્યું છે.
યુઝર્સ કરી રહ્યા છે કોમેન્ટ
વીડિયો પર કોમેન્ટ કરતા યુઝર્સ પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક લોકો આ વરરાજાનો સપોર્ટ કરી રહ્યા છે, તો કેટલાકનું કહેવું છે કે રીતિ રિવાજો દરમિયાન રીલ બનાવવી યોગ્ય નથી, સપોર્ટ કરનાર યુઝર્સનું કહેવું છે કે, આમ કરીને યુવક તેની પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યો છે. કેટલાક લોકોએ દુલ્હનના ગુલાબી સિંદૂર પર કોમેન્ટ કરી છે. લોકો કહે છે કે માત્ર લાલ સિંદૂર જ સારું લાગે છે.
ADVERTISEMENT