ભાવનગરઃ ગુજરાતમાં અત્યારે વિધાનસભા ચૂંટણીને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી માટે માઠા સમાચાર સામે આવ્યા છે. ભાવનગર ગ્રામ્યના ઉમેદવાર રેવતસિંહ ગોહિલને હાર્ટ એટેક આવતા તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા પડ્યા છે. એટલું જ નહીં મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે તેમને સારવાર દરમિયાન સ્ટેન્ટ મૂકવું પડ્યું છે. વિગતો પ્રમાણે તેઓ ગત રાત્રિ સુધી ચૂંટણી પ્રચાર અર્થે દોડધામ કરતા હતા.
ADVERTISEMENT
સભાઓ અને રેલીમાં સતત હાજરી આપતા
ભાવનગર ગ્રામ્યથી કોંગ્રેસના ઉમેદવાર રેવતસિંહને હાર્ટ એટેક આવતા હોસ્પિટલ ખસેડાયા છે. આ દરમિયાન અહેવાલો પ્રમાણે તેમને સ્ટેન્ટ મૂકવું પડ્યું છે. આની સાથે તેઓ ગઈકાલે રાત સુધી સભાઓ અને રેલીઓમાં ભાગ લેતા તથા પાર્ટીના પ્રચાર અર્થે દોડધામ કરતા નજરે પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે આમ અચાનક તેમની તબિયત લથડી જતા સ્થાનિકો સહિત પાર્ટીના આગેવાનો પણ ચિંતામાં મુકાયા હોવાની માહિતી મળી રહી છે.
કોંગ્રેસ સાથે 2 દશકાથી જોડાયેલા છે
રેવતસિંહની વાત કરીએ તો તેઓ લગભગ 20થી વધુ વર્ષથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છે. ભાવનગર બેઠક પરથી પાર્ટીએ વિશ્વાસ રાખી તેમને મેદાનમાં ઉતાર્યા છે. તેઓ ગોહિલવાડ રાજપૂત સમાજના ઉપપ્રમુખ તરીકે પણ જવાબદારી ભજવી રહ્યા છે. તેવામાં ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપના કદાવર નેતા પરસોત્તમ સોલંકી સામે કોંગ્રેસે રેવતસિંહને ઉતાર્યા છે. આ વિસ્તારની વાત કરીએ તો અહીં જનતાને સ્વચ્છ પીવાના પાણીથી લઈ ઘણી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે.
ADVERTISEMENT