જૂનાગઢ: વિસાવદરમાં મામલતદાર ઓફિસ ખાતે ફરજ બજાવી રહેલા GRD જવાન આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. જવાન ફરજ પર હાજર હતો ત્યારે મામલદાર ઓફિસની બહાર જ ઝેરી દવા પી લેતા તેનું મોત નિપજ્યું હતું. યુવકના મોતથી પરિવાર શોકમાં ડૂબ્યો છે. ત્યારે મૃતક પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે. હાલમાં પોલીસે આ સુસાઈડ નોટ જપ્ત કરીને આપઘાત પાછળનું કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
3 બહેનો વચ્ચે એકનો એક ભાઈ હતો યુવક
વિગતો મુજબ, વિસાવદરમાં આવેલી મામલતદાર કચેરીમાં આસિફ નામના GRD જવાને ઝેરી દવા ગટગટાવીને આપઘાત કરી લીધો છે. આસિફ બંદોબસ્તમાં હતા ત્યારે રાત્રિ દરમિયાન જ તેણે ઝેરી દવા પી લીધી હતી. આસિફ જીવાપરામાં રહેતા પરિવારમાં ત્રણ બહેનો વચ્ચે એકનો એક દીકરો હતો. આસિફ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી. જેમાં અવાર નવાર યોજાતી પરીક્ષા અને આર્થિક સ્થિતિ વિશે પણ ઉલ્લેખ કરેલો હતો. ત્યારે યુવાન પુત્રના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
મામલતદાર ઓફિસ બહાર બેભાન હાલતમાં મળી આવ્યો
આસિફે ઝેરી દવા પી લેતા 108ને ફોન આવ્યો હતો. જે બાદ મામલતદાર ઓફીસ બહારના ભાગે સ્ટાફ પહોંચ્યો હતો. ત્યાં બહાર જ આસિફ બેભાન હાલતમાં હતો તેની તપાસ કરતા તે મૃત હાલતમાં મળી આવ્યો હતો. જોકે તેને વિસાવદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારે પોલીસ દ્વારા આસિફના આપઘાતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરવામાં આવી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT