GPT healthcare IPO: આ કંપની લિસ્ટિંગ સાથે રોકાણકારને બનાવશે માલામાલ?, આજે રોકાણ માટે છેલ્લો દિવસ

GPT Healthcare IPO: GPT હેલ્થકેર લિમિટેડના IPOમાં પૈસાનું રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. તે 22 ફેબ્રુઆરીએ ખુલ્યો હતો. મી

GPT Healthcare IPO

GPT હેલ્થકેર IPO ભરવાનો આજે છેલ્લો દિવસ

follow google news

સમાચાર હાઇલાઇટ્સ

point

IPOમાં પૈસાનું રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ

point

22 ફેબ્રુઆરીએ ખુલ્યો હતો GPT હેલ્થકેર લિમિટેડનો IPO

point

29મી ફેબ્રુઆરીએ થઈ શકે છે લિસ્ટિંગ

GPT Healthcare IPO: GPT હેલ્થકેર લિમિટેડના IPOમાં પૈસાનું રોકાણ કરવાનો આજે છેલ્લો દિવસ છે. તે 22 ફેબ્રુઆરીએ ખુલ્યો હતો. મીડિયમ સાઈઝની મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ કંપનીએ ઈશ્યૂ પ્રાઈઝ 177થી 186 રૂપિયા પ્રતિ ઈક્વિટી શેર નક્કી કરી છે. GPT હેલ્થકેર IPO સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો બિડિંગના પ્રથમ બે દિવસમાં IPOને 0.85 ગણો સબસ્ક્રાઈબ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર, બે દિવસની બિડિંગ બાદ GPT હેલ્થકેર લિમિટેડના શેર આજે ગ્રે માર્કેટમાં 9 રૂપિયાના પ્રીમિયમ પર ઉપલબ્ધ છે

જીપીટી IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ આજે 9 રૂપિયા

રિપોર્ટ અનુસાર, જીપીટી હેલ્થકેર IPO (GPT Healthcare IPO)નું GMP (ગ્રે માર્કેટ પ્રીમિયમ) આજે 9 રૂપિયા છે, જે ગયા અઠવાડિયાના ગ્રે માર્કેટ પ્રીમિયમ કરતાં 4 રૂપિયા ઓછું છે. ગુરુવારે GPT હેલ્થકેર IPOનું ગ્રે માર્કેટ પ્રીમિયમ શૂન્ય હતું. તેથી ત્રણ દિવસમાં GPT હેલ્થકેર IPOને લઈને ગ્રે માર્કેટ સેન્ટિમેન્ટમાં સુધારો થયો છે. 

વધુ વાંચો...ટાટાના IPOની ધમાકેદાર એન્ટ્રી, લિસ્ટિંગના દિવસે જ રોકાણકારો થયા રાજીના રેડ; 140% નફો

GPT હેલ્થકેર IPO સબ્સ્ક્રિપ્શન સ્ટેટસ

બે દિવસના બિડિંગ બાદ બુક બિલ્ડ ઇશ્યૂને 0.85 ગણો સબસ્ક્રાઇબ કરાયો, જ્યારે પબ્લિક ઇશ્યૂના રિટેલ ભાગને 1.25 ગણો બુક કરવામાં આવ્યો છે. પબ્લિક ઇશ્યૂના NIIને ભાગ 0.79 ગણો બુક કરવામાં આવ્યો છે, જ્યારે QIB ભાગને 0.19 ગણો સબ્સ્ક્રાઇબ કરવામાં આવ્યો છે. સ્ટોક એક્સચેન્જો પર ઉપલબ્ધ આંકડા મુજબ, આ ઇશ્યૂને ઓફર કરાયેલા 1,97,63,327 ઇક્વિટી શેરની સામે ₹177થી ₹186ની પ્રાઇસ બેન્ડ પર 1,67,75,440 શેર માટે બિડ મળી હતી.

 

ક્યારે થશે લિસ્ટિંગ?

કંપનીના શેરનું લિસ્ટિંગ BSE અને NSE પર થવા જઈ રહ્યા છે. તેનું લિસ્ટિંગ 29મી ફેબ્રુઆરીએ થવાની સંભાવના છે.

વધુ વાંચો....Stock Market Update: રોકાણકારોને બખ્ખાં! અંબાણીની આ કંપનીના શેર એક મહિનામાં 240થી 347 રૂપિયા થયા


કેટલું રોકાણ કરવું પડશે

રિટેલ રોકાણકારોએ એક લોટમાં 80 શેર માટે બિડ કરવી પડશે. મતલબ કે ઓછામાં ઓછા 14,160 રૂપિયાનું રોકાણ કરવું પડશે.


નોંધ- અહીં શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપવામાં આવી નથી. ઈક્વિટી માર્કેટમાં જોખમ હોય છે, તેથી તમારા પોતાના જોખમે રોકાણ કરો. રોકાણ કરતા પહેલા નિષ્ણાતનો અભિપ્રાય ચોક્કસ લો.

    follow whatsapp