વધુ એક ભરતી પરીક્ષા મોકુફ: GPSCએ ક્લાસ-2ની આ પરીક્ષા મોકુફ રાખી, કારણ પણ જણાવ્યું

ગાંધીનગર: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહ્યા…

gujarattak
follow google news

ગાંધીનગર: સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે વધુ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળની જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રહ્યા બાદ વધુ એક સરકારી ભરતી પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે. GPSC દ્વારા આગામી 26મી ફેબ્રુઆરીના રોજ યોજાનારી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

કેમ પરીક્ષા મોકૂફ રાખવાનો નિર્ણય લીધો?
આ અંગે GPSC દ્વારા ટ્વીટ કરીને માહિતી આપવામાં આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, 26 ફેબ્રુઆરી 2023ના રોજ યોજાનારી મદદનીશ ઈજનેર વર્ગ-2ની પ્રાથમિક કસોટીના દિવસે જ સ્ટાફ સિલેક્શન કમિશનની જુનિયર ઈજનેરની પણ મુખ્ય કસોટીનું આયોજન કરવામાં આવ્યું છે. એવામાં હાલમાં GPSCએ મદદનીશ ઈજનેર વર્ગ-2ની કસોટીને મુલતવી રાખવાનો નિર્ણય લીધો છે. પરીક્ષાની નવી તારીખ હવે આયોગની વેબસાઈટ પર જાહેર કરવામાં આવશે.

2023માં ભરતીનું કેલેન્ડર જાહેર કર્યું
નોંધનીય છે કે, આજે જ GPSC દ્વારા મે 2023થી લઈને ડિસેમ્બર 2023 સુધીમાં કુલ 96 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ ભરતી કેલેન્ડરમાં ક્લાસ 1, 2 અને 3ની વિવિધ પોસ્ટ માટે કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, તેની જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવશે? તેની પ્રાથમિક કસોટી, અને તેના પરિણામ અને ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી છે.

    follow whatsapp