જુનિયર ક્લાર્કના ઘા પર GPSCનો મલમ: 2023નું ભરતી કેલેન્ડર જાહેર, જાણો ક્યારે આવશે કઈ પરીક્ષા?

ગાંધીનગર: રાજ્યમાં હાલ પેપરલીક કાંડ મુદ્દો ચર્ચામાં છે. રવિવારે યોજાનારી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.…

gujarattak
follow google news

ગાંધીનગર: રાજ્યમાં હાલ પેપરલીક કાંડ મુદ્દો ચર્ચામાં છે. રવિવારે યોજાનારી પંચાયત જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થઈ જતા ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. 2018માં જુનિયર ક્લાર્કની ભરતીની જાહેરાત થઈ હતી, જે આજ સુધી પૂરી થઈ શકી નથી. ત્યારે હવે જુનિયર ક્લાર્કની પરીક્ષા ન આપી શકનારા ઉમેદવારોના ઘા પર GPSCએ મલમ લગાડ્યો હોય તેમ 2023નું ભરતી કેલેન્ડર જાહેર કર્યું છે.

કુલ 96 જેટલી ભરતીની જાહેરાત કરાશે
GPSC દ્વારા મે 2023થી લઈને ડિસેમ્બર 2023 સુધીમાં કુલ 96 જેટલી ભરતીની જાહેરાત કરવામાં આવશે. આ ભરતી કેલેન્ડરમાં ક્લાસ 1, 2 અને 3ની વિવિધ પોસ્ટ માટે કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, તેની જાહેરાત ક્યારે બહાર પાડવામાં આવશે? તેની પ્રાથમિક કસોટી, અને તેના પરિણામ અને ઈન્ટરવ્યૂ પ્રક્રિયા સહિતની વિગતો આપવામાં આવી છે.

એકબાજુ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ વર્ષ 2018થી બાકી જુનિયર ક્લાર્કની પરીક્ષા હજુ સુધી લઈ શક્યું નથી, ત્યારે GPSC દ્વારા આખા વર્ષનું ભરતી કેલેન્ડર જાહેર કરવામાં આવતા હવે સરકારી નોકરી કરવા ઈચ્છતા ઉમેદવારો તેની તૈયારીમાં લાગી જશે.

    follow whatsapp