અમદાવાદઃ આજે રવિવારે ગુજરાત રાજ્યના 21 જિલ્લાઓમાં GPSC વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. અહીં કુલ 633 સેન્ટરોમાં 1.61 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે. નોંધનીય છે કે છેલ્લા ઘણા મહિનાઓથી આ પરીક્ષાનું આયોજન થઈ શક્યું નહોતું. ત્યારે આજે આના 2 પેપરોની પરીક્ષા થવા જઈ રહી છે. ચલો સમગ્ર સમય માળખા પર નજર કરીએ…
ADVERTISEMENT
2 પેપરની પરીક્ષા
GPSCની વર્ગ 1 અને 2ની પરીક્ષા યોજાવા જઈ રહી છે. જેમાં રાજ્યના કુલ 21 જિલ્લાઓના 633 સેન્ટરોમાં આનું આયોજન કરાયું છે. નોંધનીય છે કે આ સેન્ટરોમાં 1.61 લાખ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ રહ્યા છે. જેમાં વિગતવાર નજર કરીએ તો GPSCના 2 પેપરોની પરીક્ષા આજે યોજાશે.
કુલ 102 જગ્યાઓની પરીક્ષા
GPSCના વર્ગ 1ની પરીક્ષા માટે કુલ 32 જગ્યાઓ તથા વર્ગ 2ની પરીક્ષા માટે કુલ 70 જગ્યાઓની પરીક્ષા યોજાવા જઈ રહી છે. આવી રીતે કુલ 102 જગ્યાઓ માટે પરીક્ષાનું આયોજન થશે. જેનું પહેલું પેપર સવારે 10થી 1 વાગ્યા સુધી રહેશે, જ્યારે બીજુ પેપર બપોરે 3થી 6 વાગ્યા સુધીનું રહેશે.
With Input: દુર્ગેશ મહેતા
રાજ્યમાં ઠંડીનો ચમકારો , ઠંડા પવનોની સ્થિતિ સહિતની માહિતી જાણો…
ગુજરાતમાં ઠંડીનો ચમકારો હવે થોડો શાંત થતો નજરે પડી રહ્યા છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં તાપમાન 2 ડિગ્રી સુધી ઉંચુ નોંધાયું છે. ત્યારે હવે ઠંડા પવનોની ગતિ પણ શાંત થઈ ગઈ છે. આ ઘટાડા પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયુ હોવાનું પ્રાથમિક અનુમાન લગાડવામાં આવી રહ્યું છે. અત્યારે દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને કોલ્ડ વેવની સ્થિતિ જણાઈ રહી છે. ગુજરાતની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી પ્રમાણે ઠંડીનો ચમકારો હજુ ઘટી શકે એવા એંધાણ જણાઈ રહ્યા છે.
MLA હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાયા, જાણો ધાર્મિક કાર્યક્રમમાં શું કર્યું…
ધારાસભ્ય હાર્દિક પટેલ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે. વિરમગામમાં જીત મેળવ્યા પછી તેઓ ગઈકાલે એક ધાર્મિક કાર્યક્રમમાં જોવા મળ્યા હતા. અહીં તેમનો મંજીરા વગાડતો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે. પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો વિરમગામ ગ્રામ્ય વિસ્તારનો છે. અહીં તેઓ સ્થાનિકો સાથે ભક્તિની ધૂન ગાતા નજરે પડી રહ્યા છે.
ADVERTISEMENT