દુર્ગેશ મહેતા/ ગાંધીનગર: રાજ્યમાં જંત્રીના દરમાં બમણો વધારો કરવાના સરકારના નિર્ણય બાદથી જ બિલ્ડરો નારાજ છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા બિલ્ડરોની નારાજગીને જોતા હવે જંત્રી દરમાં વધારાના અમલનો નિર્ણય હાલ પુરતો મોકૂફ રાખવામાં આવ્યો છે. એટલે કે 4 ફેબ્રુઆરી 2023ના રોજથી આ જંત્રી વધારો વસૂલવામાં નહીં લેવામાં આવે. તેની જગ્યાએ આ નિર્ણયનો અમલ હવે 15 એપ્રિલ 2023ના રોજથી કરાશે.
ADVERTISEMENT
બિલ્ડરો દ્વારા બમણા જંત્રી દરોનો કરાયો હતો વિરોધ
સરકાર દ્વારા જંત્રીના દરોમાં બમણો વધારો કરવાની જાહેરાત કરાઈ ત્યારથી જ રાજ્યભરના બિલ્ડરો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો હતો. આ મુદ્દે બિલ્ડર એસોશિએશન દ્વારા સરકાર સાથે મંત્રણા પણ કરવામાં આવી હતી. જોકે બાદમાં મંત્રી ઋષિકેશ પટેલે હાલ પુરતો જંત્રી વધારો ચાલુ રહેશે એમ નિવેદન આપ્યું હતું. ત્યારે ફરીથી ક્રેડાઈ દ્વારા દરેક જિલ્લામાં લેખિતમાં કલેક્ટરને આવેદન આપી વિરોધ કરવામાં આવી રહ્યો હતો.
ધીમે ધીમે જંત્રી દર વધારવા બિલ્ડરોની માંગ
એવામાં હવે રાજ્ય સરકારે જંત્રીમાં બમણો વધારો કરવા મુદ્દે પીછે હઠ કરી છે અને હાલ પુરતી બિલ્ડરો અને નવી પ્રોપર્ટી ખરીદવા ઈચ્છતા ગ્રાહકોને રાહત આપી છે. જોકે 15મી એપ્રિલથી બમણી જંત્રી વસૂલવાનું ચાલું કરવામાં આવશે. બિલ્ડર એસોશિયએન દ્વારા અગાઉ સરકારને રજૂઆત કરવામાં આવી હતી કે રાતો રાત જંત્રીમાં દરોમાં જે 100 ટકાનો વધારો કરવામાં આવ્યો છે જે ધીમે ધીમે કરવામાં આવે જેથી સામાન્ય વહેવારો પરિપૂર્ણ થાય અને મિકલત ખરીદનારને પણ અગવડ ન પડે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT