રાજકોટ: રાજકોટમાં ગઈકાલે ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિની એકાએક બેન્ચ પરથી ઢળી પડી હતી. જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવાના મૃત જાહેર કરવામાં આવી હતી. પરિવારજનોનો આરોપ છે કે ઠંડીના કારણે વિદ્યાર્થિનીને હાર્ટ એટેક આવ્યો અને તરત જ ટ્રિટમેન્ટ ન મળતા તેનું મોત થઈ ગયું. સમગ્ર મામલે હવે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ પાસેથી રિપોર્ટ માગવામાં આવ્યો છે. બીજી તરફ વિદ્યાર્થિનીના મોતની ઘટનાથી શિક્ષણ વિભાગ પણ હરકતમાં આવી ગયું છે. ઘટના બાદ શિક્ષણમંત્રી કુબેર ડિંડોરે રાજકોટના શિક્ષણાધિકારી સાથે બેઠક કરી હતી અને શાળાઓ તેમની મરજી મુજબના સ્વેટર પહેરવા વિદ્યાર્થીઓને આગ્રહ ન કરે તેવી પણ ટકોર તેમણે કરી હતી.
ADVERTISEMENT
શું હતો મામલો?
રાજકોટની જસાણી સ્કૂલમાં આઠમા ધોરણમાં ભણતી રિયા નામની વિદ્યાર્થીની સ્કૂલે ભણવા આવી હતી. સ્કૂલની અંદર અચાનક બેભાન થઈને તે ઢળી પડી હતી. સ્કૂલ પ્રસાસન દ્વારા ઔપચારીક સારવાર બાદ તેના વાલીઓનો સંપર્ક કરી તેમને સ્કૂલ પર બોલાવાયા હતા ત્યાર બાદ વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. તે દરમિયાન બાળકીનું મોત થયું હતું.
આ પણ વાંચો: પાલનપુર તાલુકામાં ઝેરી ઘાસચારો આરોગતા 21 ગાયોના કરુણ મોત, જાણો શું કહ્યું તંત્રએ
ધ્રુજારી આવીને રીયા બેભાન થઈને નીચે ઢળી પડી
ખાસ વાત છે કે રિયા સવારે 7 વાગ્યે સ્કૂલવાનમાં બેસીને સ્કૂલે પહોંચી હતી. બાદમાં 7.30 આસપાસ પ્રાર્થના કરી અને 8 વાગ્યે ક્લાસમાં પ્રવેસી હતી. જ્યાં ધ્રુજારી ઉપડ્યા બાદ તે બેભાન થઈને ઢળી પડી હતી. જેથી સ્કૂલ દ્વારા 108ને જાણ કરવામાં આવી હતી, જોકે 108 પહોંચે તે પહેલા વિદ્યાર્થિનીને વાનમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી.
રિયાની માતાએ સ્કૂલનો સમય મોડો કરવા આગ્રહ કર્યો
ઘટના બાદ મૃતક વિદ્યાર્થિનીની માતાએ સ્કૂલવાળાને શિયાળામાં સ્કૂલનો સમય થોડો મોડો રાખવા માટે અપીલ કરી હતી. સાથે જ તેમણે આક્ષેપ કર્યો હતો કે સ્કૂલવાળા બાળકોને સ્કૂલના સ્વેટર પહેરાવે છે, જેમાં બાળકો ઠંડી સહન ન કરી શકે. તેમને જાડા સ્વેટર પહેરીને આવવા દો અને બની શકે તો સ્કૂલનો ટાઈમ પણ મોડો કરો. એને રૂંવાડે પણ રોગ નહોતો. બ્લડ જામી ગયો એના લીધા હ્રદયની બધી નળીઓ બંધ થઈ ગઈ.
ADVERTISEMENT