10 વર્ષથી સરકારી શાળાનાં શિક્ષકને મળી રહ્યો છે અડધો પગાર, કારણ જાણી ચોંકી જશો..

અરવલ્લીઃ પ્રાથમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મેઘરજની પ્રાથમિક શાળાના શિક્ષકોને અડધો પગાર જ ચૂકવવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ…

gujarattak
follow google news

અરવલ્લીઃ પ્રાથમિક શિક્ષણ વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. મેઘરજની પ્રાથમિક શાળાના શિક્ષકોને અડધો પગાર જ ચૂકવવામાં આવતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જોકે આ અડધો પગાર મળવા પાછળનું કારણ ચોંકાવનારું છે. તેમણે 10 વર્ષ પહેલા શારિરીક બીમારીથી પિડાતા કપાત પગાર સાથે રજા લીધી હતી. જોકે ત્યારપછી થઈ જોવાજેવી…

10 વર્ષથી અડધો પગાર ચૂકવાતા સવાલો ઉઠ્યા…
મેઘરજ પ્રાથમિક શાળાનાં શિક્ષકને અડધો પગાર ચૂકવાઈ રહ્યો છે. તેઓને છેલ્લા 10 વર્ષથી અડધો પગાર જ મળી રહ્યો હોવાનો દાવો કરી રહ્યા છે. આ અંગે કારણ જાણતા ચોંકી જશો. ઉલ્લેખનીય છે કે 10 વર્ષ પહેલાં આ શિક્ષકે કપાત પગાર સાથે રજા લીધી હતી. તે મહિને તેમને અડધો પગાર મળ્યો હતો. પરંતુ ત્યારપછીથી શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે ક્યારેય આમનેઆખો પગાર મળી શક્યો નથી.

ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી પણ..
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષકે 10 વર્ષ સુધી ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે રજૂઆત કરી હતી. છતાં તેમને ન્યાય મળ્યો નહોતો. એટલું જ નહીં અત્યારસુધી તેમને કપાત પગારની રકમ જ મળતા તંત્રની ઘોર બેદરકારી છતી થઈ ગઈ છે. નોંધનીય છે કે આ પ્રમાણે શિક્ષકને કપાત પગારની રજા લેવામાં જે મુશ્કેલી વેઠવી પડી એને જોતા બધા હચમચી ગયા છે.

With Input: હિતેશ સુતરિયા

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp