ગાંધીનગર : ગુજરાતમાં નિવૃત આર્મી જવાનો પોતાની વિવિધ માંગણીઓ સાથે ગુજરાત સરકાર સામે મોરચે માંડીને બેઠા છે. આ વચ્ચે ગઈકાલે ગાંધીનગરમાં એક નિવૃત્ત જવાનનું મોત થયું હતું. જે બાદ આમ આદમી પાર્ટીએ સરકારને ઘેરી હતી. હવે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે આ મામલે એક કમિટીની રચના કરી છે, જે બે દિવસમાં નિવૃત્ત જવાનના મોત થવાનું કારણ સરકારને સોંપશે.
ADVERTISEMENT
આંદોલન દરમિયાન નિવૃત્ત જવાનનું મોત થયું હતું
ગઈકાલે જ ગાંધીનગરમાં સચિવાલયના ગેટ નં.1 પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આર્મી જવાનો પ્રદર્શન કરી રહ્યા હતા. તેવામાં કાનજીભાઈ મેથલિયા નામના જવાન શહીદ થયા. જે બાદ હોસ્પિટલની બહાર નિવૃત્ત આર્મી જવાનો બેસી ગયા હતા. તેઓ શહીદ જવાનના પાર્થિક શરીરને બહાર લઈ જવા દેવાની ના પાડી રહ્યા હતા. જોકે ત્યારપછી પરિવારના સભ્યોએ અંતિમ સંસ્કાર કરવા માટે સાબરકાંઠા તેમનો પાર્થિવ શરીરને લઈ જવા તૈયાર થયા હતા.
નિવૃત્ત જવાનો પ્રદર્શન હજુ ચાલુ રાખશે
આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવી અને ગોપાલ ઈટાલિયા પણ હોસ્પિટલ પહોંચ્યા હતા. જે બાદ હોસ્પિટલ ખાતે વધુ ચુસ્ત પોલીસનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. નિવૃત્ત આર્મીના જવાનોએ વિનંતી કરતા શહીદ જવાનના પાર્થિવદેહને અંતિમ સંસ્કાર અર્થે લઈ જવાની અનુમતિ અપાઈ હતી. જોકે નિવૃત્ત આર્મી જવાનોએ આ બાદ પણ પોતાનું વિરોધ પ્રદર્શન આગળ ચાલુ રાખવા માટે જણાવ્યું હતું.
ADVERTISEMENT