અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થઈ ચૂકી છે. તેવામાં ફરી એકવાર ગોપાલ ઈટાલિયાનો જૂનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. જેમાં તેઓ ગુજરાતની જનતાને ઢોંગી અને દંભી કહીને સંબોધન આપ્યું હતું. તેમણે આ દરમિયાન ઘણી વિવાદાસ્પદ ટિપ્પણીઓ પણ કરી હતી. આ જૂનો વીડિયો અત્યારે ઘણો વાઈરલ થઈ રહ્યો છે જેના કારણે ફરી એકવાર આ વિવાદનો મુદ્દો ગરમાયો છે. ચલો એમના વીડિયો પર નજર કરીએ…
ADVERTISEMENT
ગુજરાતમાં દેખાડો કરતી પ્રજા વસે છે- ગોપાલ ઈટાલિયા
વાઈરલ વીડિયોમાં ગોપાલ ઈટાલિયા કહી રહ્યો છે કે ભારત જેટલી દંભી અને ઢોંગી પ્રજા મારા મત મુજબ વિશ્વના કોઈપણ ખૂણામાં નહીં હોય. જોકે મેં આખું વિશ્વ ભ્રમણ કર્યું નથી એટલે ખાતરી પૂર્વક નથી કહી રહ્યો. પરંતુ મારા મત મુજબ આવી પ્રજા બીજે ક્યાય નહીં હોય.
ગોપાલે કહ્યું ખાતરી નહીં આત્મવિશ્વાસથી કહું છું કે…
ગોપાલ ઈટાલિયાએ વીડિયોમાં વધુમાં કહ્યું હતું કે હું ખાતરી પૂર્વક નહીં પરંતુ આત્મવિશ્વાસ સાથે કહી રહ્યો છું કે ગુજરાત રાજ્યમાં જેટલી દંભી અને દેખાડો કરતી પ્રજા વસે છે એવી આખા દુનિયામાં ક્યાંય નહીં હોય. દેશમાં દેખાડા સિવાય કંઈ વાત જ ન કરે એવી પ્રજા રહે છે. આમાં હું ખાતરી નથી આપી રહ્યો પરંતુ આત્મવિશ્વાસ સાથે કહું છું કે આ પ્રમાણે જ છે.
ઝરીવાલા મુદ્દે ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર લગાવ્યા વિવિધ આરોપો…
ગોપાલ ઈટાલિયાએ આરોપ લગાવતા કહ્યું કે ભાજપના ગુંડાઓએ કાયદા વ્યવસ્થા, સંવિધાનના લીરેલીરા ઉડાવી નાખ્યા છે. એક નિષ્પક્ષ ચૂંટણીના આયોજનના પણ લીરેલીરા ઉડાવી નાખ્યા છે. તેમને જોરદાર પ્રોટેક્શનમાં લવાયા હતા અને મીડિયા સાથે પણ વાતચીત ન કરવા દીધી.
આ વાત નાની નથી કે ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે. પરંતુ સરકારી સિસ્ટમ સામે ફ્રી અને નિષ્પક્ષ ચૂંટણીના આયોજનની જે વાત થઈ હતી એના લીરેલીરા ઉડતા જોવા મળી રહ્યા છે. અમે લીગલ ટીમ સાથે ચર્ચા કરીને આગળ વધીશું.
ADVERTISEMENT