અમદાવાદઃ ડિજિટલ યુગમાં અત્યારે સોશિયલ મીડિયાનું મહત્ત્વ ઘણુ વધારે થઈ ગયું છે. તેવામાં AAPએ પણ કહ્યું હતું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી અમે સો.મીડિયાના માધ્યમથી જીતવા સજ્જ છીએ. જોકે હવે ચૂંટણી નજીક છે ત્યારે ગોપાલ ઈટાલિયાનો નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વિવાદિત શબ્દો ઉચ્ચારતો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. જેના પરિણામે અત્યારે રાજકારણમાં ગરમાવો આવ્યો છે, આ મુદ્દે હવે ગોપાલ ઈટાલિયા બપોરે 12 વાગ્યે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરી સંબોધન કરશે.
ADVERTISEMENT
વડાપ્રધાન અંગે વિવાદિત શબ્દોચ્ચાર
ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા.
પ્રેસ કોન્ફરન્સ દ્વારા વીડિયો અંગે નિવેદન આપશે
નરેન્દ્ર મોદી સામે ઉચ્ચારેલા શબ્દો બાદ ભાજપના દિગ્ગજ નેતાઓ સહિત સોશિયલ મીડિયામાં ગોપાલ ઈટાલિયા પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. આ અંગે હવે વિવાદ વધુ વકરતા ગોપાલ ઈટાલિયા પ્રેસ કોન્ફરન્સ સંબોધવા જઈ રહ્યા છે. જેમાં સંપૂર્ણ ઘટનાની સ્પષ્ટતા કરી શકે છે.
With Input- સૌરભ વક્તાનિયા
ADVERTISEMENT