અમદાવાદ: તાજેતરમાં જ ગોપાલ ઈટાલિયાનો PM મોદી વિરુદ્ધ આપત્તિજનક નિવેદન કરતો એક જૂનો વીડિયો સામે આવ્યો હતો. જેના પર દિલ્હીના મહિલા આયોગ દ્વારા નોટિસ પાઠવવામાં આવી હતી. ત્યારે આજે ગોપાલ ઈટાલિયા આ નોટિસના પગલે મહિલા આયોગમાં હાજર થયા હતા. જે બાદ તેમણે કરેલા એક ટ્વીટના કારણે રાજકારણ ગરમાયું છે.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ શું કહ્યું ટ્વીટમાં?
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કર્યું છે કે, મહિલા આયોગના ચીફ મને જેલમાં નાખવાની ધમકી આપી રહ્યા છે. મોદી સરકાર પટેલ સમાજને જેલ સિવાય બીજું શું આપી શકે છે. ભાજપ પાટીદાર સમાજને નફરત કરે છે. હું સરદાર પટેલનો વંશજ છું. તમારી જેલોથી નથી ડરતો. નાખી દો મને જેલમાં. આમણે પોલીસ બોલાવી લીધી છે. મને ધમકાવી રહ્યા છે.
ગોપાલ ઈટાલિયાના આ ટ્વીટ બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પણ એક ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, સમગ્ર ભાજપ ગોપાલ ઈટાલિયા પાછલ કેમ પડ્યું છે?
નોંધનીય છે કે, ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થયો હતો. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો હતો. આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા. જેને લઈને મહિલા આયોગે તેમને નોટિસ પાઠવી હતી.
ADVERTISEMENT