અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ જેવો પ્રચાર કર્યો એવું પરિણામ આવ્યું નહોતું. પરંતુ સારા એવા પ્રમાણમાં તેમણે વોટ શેર પ્રાપ્ત કર્યા હતા. તેવામાં ગોપાલ ઈટાલિયાએ પોતાના સંબોધનમાં એક ચોંકવનારી વાત કહી હતી. તેણે કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના આગેવાન અને નેતાઓનું વજન ઘટી ગયું છે. ત્યારે બીજી બાજુ અન્ય પાર્ટીના નેતાઓની કામગીરી પર પણ કટાક્ષ કર્યો હતો. આની સાથે ઈટાલિયાએ જણાવ્યું હતું કે કેમ કેજરીવાલે ગુજરાતમાં ધામા નાખ્યા હતા. ચલો તેમના સંબોધન પર વિગતવાર નજર કરીએ…
ADVERTISEMENT
AAPએ ઘણી મહેનત કરી- ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આમ આદમી પાર્ટીએ આ વિધાનસભા ચૂંટણીમાં ઘણી મહેનત કરી છે. પરસેવો પાડ્યો છે જેના કારણે મોટાભાગના કાર્યકર્તાઓનું વજન ઘટી ગયું છે. કોંગ્રેસવાળા કે ભાજપવાળાનું નથી ઘટ્યું. મારી જ વાત કરું તો 5 કિલો વજન ઘટી ગયું છે. આમ આદમી પાર્ટીના મોટાભાગના કાર્યકર્તાઓએ મહેનત કરી છે. જેના કારણે તેમને ક્યારેય અફસોસ નહીં કરવો પડે.
મહેનત કરી હોય એને અફસોસ ન થાય- ગોપાલ
ગોપાલ ઈટાલિયાએ વધુમાં કહ્યું કે અફસોસ કરવાનો પ્રશ્ન જ એને આવે જેણે મહેનત ન કરી હોય. ઘરે બેઠા બેઠા ટ્વીટ કરીને કહેતા હોય કે માહોલ સારો છે જીતી જઈશું, એવી વિચારધારા રાખી હોય અને પરિણામ નબળું આવે તો અફસોસ કરવાનો પ્રશ્ન છે. આવી રીતના નિવેદન થઈ ગોપાલ ઈટાલિયાએ અન્ય પાર્ટીઓ પર કટાક્ષ કર્યો હતો.
કેજરીવાલ બિસ્તરા પોટલા લઈ ગુજરાત આવ્યા – ઈટાલિયા
કોંગ્રેસનો એકપણ નેતા ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો નહોતો. ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે આપણે અફસોસ કરવાની જરૂર નથી. કેજરીવાલ બિસ્તરા પોટલા લઈને ગુજરાતમાં આવી ગયા હતા. નેતાએ ઘણી મહેનત કરી છે ગુજરાતમાં ચૂંટણી જીતવા માટે. મહેનત કરવામાં આમ આદમી પાર્ટીએ ક્યારેય કચાશ રાખી નથી. કારણ કે જનતાએ અત્યારે આપણને બેસ્ટ રિઝલ્ટ આપ્યું છે.
આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જતા ગોપાલ ઈટાલિયાએ કહ્યું કે હવે રાજકીય નિષ્ણાંતો કહી રહ્યા છે કે, અત્યારે હવે આ પાર્ટીનું ચાલશે. હવે AAP વધુ મજબુત બની ગઈ છે.
ADVERTISEMENT