સુરતઃ MCDમાં આમ આદમી પાર્ટીએ જીતનો ધ્વજ લહેરાવી દીધો છે. ત્યારે 8 ડિસેમ્બરે ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતગણતરી પણ થવાની છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના યુવા નેતા ગોપાલ ઈટાલિયાએ ભાજપ પર નિવેદન આપ્યું છે. તેમના આ નિવેદનના કારણે અત્યારે રાજકારણ ગરમાયું છે. મીડિયા રિપોર્ટ્સના આધારે ઈટાલિયાએ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી ભાજપને હરાવી શકવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે. એનું જીવતું જાગતું ઉદાહરણ MCDનું રિઝલ્ટ છે. ચલો આપણે તેમના આ નિવેદન પર નજર કરીએ…
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાનો દાવો…
અહેવાલો પ્રમાણે ગોપાલ ઈટાલિયાએ એમસીડી ચૂંટણીમાં જીત મળ્યા બાદ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં તેમણે કહ્યું છે કે આમ આદમી પાર્ટી હવે રાષ્ટ્રીય પાર્ટી તરીકે દેશમાં પાયો નાંખી રહી છે. ત્યારે બીજી બાજુ ભાજપને હરાવ્યા અંગે પણ નિવેદન આપ્યું હતું. ઈટાલિયાએ કહ્યું કે દિલ્હી MCDના પરિણામે એક વાતનું દ્રષ્ટાંત પૂરૂ પાડ્યું છે કે આમ આદમી પાર્ટી, ભાજપને હરાવી શકે છે.
ગુજરાત ચૂંટણી વિશે કર્યો મોટો દાવો…
અહેવાલો પ્રમાણે આ પ્રેસ કોન્ફરન્સમાં ઈટાલિયાએ વધુમાં કહ્યું કે ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ મોટુ ઉદાહરણ સ્થાપિત કરશે. ભાજપને રોકવા માટે આમ આદમી પાર્ટી સક્ષમ હોવાનો દાવો પણ તેમણે કર્યો હતો. તેણે વધુમાં કહ્યું હતું કે સરવે પ્રમાણે જોવા જઈએ તો આમ આદમી પાર્ટીને સારા પ્રમાણમાં વોટ શેર મળ્યા છે. ગુજરાતની જનતાના પ્રેમના કારણે આમ આદમી પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જશે તેમ પણ ગોપાલ ઈટાલિયાએ જણાવ્યું હતું.
ADVERTISEMENT