સુરત: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું વાગી ચૂક્યું છે. આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણીના મેદાનમાં ઉતરી રહી હોવાથી ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ અને AAP વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાઈ રહ્યો છે. એવામાં તમામ પાર્ટીના નેતાઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત થઈ ગયા છે. આ વચ્ચે ગોપાલ ઈટાલિયાએ પોતાના માટે ચૂંટણી પ્રચાર કરતી તેમની દીકરીની સુંદર તસવીર પોસ્ટ કરી છે.
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ ટ્વીટ કરી તસવીરો
ગોપાલ ઈટાલિયાએ ટ્વિટર પર દીકરીની બે તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે AAPની ટોપી પહેરેલી દેખાય છે અને તેના ડ્રેસ પર ‘એક મોકો આપને’ લખ્યું છે. આ તસવીરને કેપ્શન આપતા ગોપાલ ઈટાલિયાએ લખ્યું છે કે, મારી સુપરસ્ટાર કેમ્પેનર વૈદેહી તેના પિતા માટે પ્રચાર કરી રહી છે.
કતારગામથી ચૂંટણી લડી રહ્યા છે ગોપાલ ઈટાલિયા
નોંધનીય છે કે, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને પાર્ટીએ કતારગામ બેઠક પરથી ટિકિટ આપી છે. આ અંગે અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને જાણકારી આપી હતી. ગોપાલ ઈટાલિયાએ કતારગામ બેઠક પરથી ફોર્મ પણ ભરી દીધું છે.
ગોપાલ ઈટાલિયા પાસે કેટલી સંપત્તિ?
વર્ષ 2016માં ગુજરાત યુનિવર્સિટીથી બી.એ પાસ અને તે પછી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીથી એલ.એલ.બી કરીને બીજા વર્ષમાં જ છોડી દેનારા ગોપાલ ઈટાલિયાની મિલકતનું લિસ્ટ જેટલું નાનું છે તેનાથી બમણું તેમના ગુનાઓનું લિસ્ટ છે. વર્ષ 2018થી 20 સુધી તો તેઓ ઈન્કમટેક્સ રિટર્નમાં કશું જ દર્શાવતા નથી, પરંતુ વર્ષ 2020-21થી તેમની આવક તેમણે દર્શાવી છે જે વાર્ષિક 4,49,170 થઈ છે. જોકે દર વર્ષે જાણે તેમની આ રકમ નાણાકીય વર્ષ પ્રમાણે અનુક્રમે રૂ. 4,39,980 અને રૂ. 4,50,740 રહી છે. તેમના આશ્રીતોમાં તેમને હાલમાં જ ઘરે જન્મ લીધેલી દીકરી વૈદેહી છે. તેમણે દર્શાવ્યું છે કે તેમના હાથ પર હાલ કુલ રોકડ 5,33,019 છે. તેમના બેન્ક એકાઉન્ટમાં આ ઉપરાંત 1,10,474 રૂપિયા છે અને તેમની પત્નીના એકાઉન્ટમાં 2698 રૂપિયા છે. આ સિવાય તેમની પાસે વાહનોમાં એક બાઈક છે અને સોનું માત્ર 0.003 ગ્રામ મતલબ કે દસ હજાર રૂપિયાનું માંડ સોનું છે તેમની પાસે તેમના કરતાં તેમની પત્ની પાસે સ્વાભાવીક રીતે વધારે છે તેમની પાસે 1 લાખ રૂપિયાનું સોનું છે.આમ જોવા જઈએ તો તેમની જંગમ મિલકત કુલ 6,83,493 છે અને તેમની પત્નીની 1,02,698 રૂપિયા છે.
ADVERTISEMENT