અમદાવાદ: ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમ છે. આ દરમિયાન હવે નેતા દ્વારા વિવાદિત નિવેદનો આપવાની શરૂઆત થઈ ચૂકી છે. આ દરમિયાન આજે ભાજપના નેતા અને મંત્રી જગદીશ પંચાલે નામ લીધા વિના કેજરીવાલને કહ્યો કાળો નાગ કહ્યો હતો તથા મોદીને કૃષ્ણનો અવતાર ગણાવ્યા હતા. ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાએ સણસણતો જવાબ આપતા કહ્યું કે, જનતા ચૂંટણીમાં આપશે જવાબ
ADVERTISEMENT
ગોપાલ ઈટાલિયાએ સમગ્ર મામલે ભાજપ નેતાઓ પર પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા ઘણા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતના મંત્રીઓ કે કેન્દ્રિય મંત્રીઓ કેજરીવાલને કાળો નાગ કહે છે, કોઈ કેજરીવાલને આતંકવાદી કહે છે. કોઈ કેજરીવાલને ઠગ કહે છે. પણ આટલા બધા મંત્રીઑ ભેગા મળીને પોતે 5 વર્ષમાં શું કામ કર્યું છે તે જનતાને નથી જણાવતા, પોતાના મંત્રાલયના માધ્યમથી જનતા માટે શું નિર્ણયો કર્યા એની માહિતી નથી આપતા.
ગુજરાતની જનતા બધુ જ જોઈ રહી છે
ગુજરાતનું શું ભલું 5 વર્ષમાં કર્યું એ નથી જણાવતા, પોતાને એટલે કે ભાજપના મંત્રીઓને જનતાએ જે કામ કરવા ચૂંટયા હતા તે કામ કરી શક્યા ન હોવાથી હવે કેજરીવાલ પર આરોપો કરી જેમ ફાવે તેમ બોલે છે. ગુજરાતની જનતા બધુ જ જોઈ રહી છે. આનો જવાબ ચૂંટણીમાં આપશે.
જાણો શું કહ્યું હતું જગદીશ પંચાલે
જગદીશ વિશ્વકર્માએ પાટણમાં આમ આદમી પાર્ટી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે. ગુજરાતમાં આપવાળા મફતની રેવડી આપવાનું કામ કરે છે પણ ગુજરાતની પ્રજા એવી સ્વમાની છે કે તે ક્યારેય આ તરફ વળે નહીં. ભગવાન શ્રી કૃષ્ણનો અવતાર લઈ બેઠેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવા ગમે તેવા કાળા નાગને કાબૂ કરતાં સાહેબને આવડે છે. આ પાટણની જનતા મને વિશ્વાસ છે, મને ભરોસો છે કે આવા છછુંદર જેવા કાળા નાગને સૂપડા સાફ કરી પાર્સલ કરી દે એમ છે. આવા ગમે તેવા કાળા નાગને નાથવાનું કામ પાટણની જનતા આવનારા દિવસોમાં કરશે.
ADVERTISEMENT