અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતના રાજકારણમાં સતત ગરમાવો આવી રહ્યો છે. આ દરમિયાન ગુજરાતમાં ટ્વિટ યુદ્ધ બાદ હવે વિડીયો યુધ્ધ પણ શરૂ થઈ ચૂક્યું છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ગોપાલ ઇટલીયાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. વિડીયોમાં ગોપાલ ઇટાલીયા મંદિરો શોષણનું ઘર કહી રહ્યા છે.
ADVERTISEMENT
વધુ એક વિડીયો કર્યો શેર
આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ ગોપાલ ઇટલીયા સતત વિવાદમાં ફસાઈ રહ્યા છે. આ દરમિયાન ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ ગોપાલ ઇટલીયાનો વિવાદિત વિડીયો શેર કરતાં કહ્યું કે, હવે જુઓ આ ભાઈ શું કહી રહ્યા છે. આજે તો હદ વટાવી દીધી.
મંદિરોમાં શોષણ થઈ રહ્યું છે
ગોપાલ ઇટાલિયાન વધુ એક વિડીયો વાઇરલ જેમાં તે મંદિરોમાં શોષણ થઈ રહ્યું છે તેમ કહ્યું છે અને વધુ માં કહ્યું કે, માતા અને બહેનોને રિક્વેસ્ટ કરવી જોઈએ, મારી માતા, બહેનો અને દીકરીઓ કથાઓ અને મંદિરોમાં કઈ નહીં મળે ત્યાં શોષણનું ઘર છે. જો તમારે તમારો અધિકાર જોઈતો હોઇ, આ દેશ પર તમારે સાશન કરવું હોઇ સમાન દરજ્જો જોઈતો હોય તો કથાઓમાં નાચવામાં બદલે તમે વાંચો.
વડાપ્રધાન અંગે વિવાદિત શબ્દોચ્ચાર કરતો વિડીયો વાઇરલ
ગોપાલ ઈટાલિયાનો એક વિવાદિત વાણીવિલાસ કરતો વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે. જેને તેજેન્દ્રપાલ સિંહ બગ્ગાએ શેર કર્યો હતો અને હર્ષ સંઘવીએ રીટ્વિટ કર્યો. જેમાં પ્રાથમિક માહિતી પ્રમાણે આ વીડિયો ઘણો જૂનો છે. તેમાં ગોપાલ ઈટાલિયા ઝાડીઝાંખરાવાળા વિસ્તારમાં જોવા મળ્યા છે. આ દરમિયાન તેઓ ઉચ્ચ હોદ્દા પર બેઠા અને દેશના વડાપ્રધાન વિશે વિવાદત શબ્દોચ્ચાર કરતા સાંભળવા મળ્યા હતા.
ADVERTISEMENT