Gujarat માટે ખુશખબર! IPL 2023 Final રમાશે, મેદાન પરથી કવર ટહાવવાની શરૂઆત

IPL 2023 Final GT Vs CSK Updates MS Dhoni Vs Hardik Pandya: આઇપીએલ 2023 ની મેગા ફાઇનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાઇ રહી હતી.…

Toss IPL 2023 Final

Toss IPL 2023 Final

follow google news

IPL 2023 Final GT Vs CSK Updates MS Dhoni Vs Hardik Pandya: આઇપીએલ 2023 ની મેગા ફાઇનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિમમાં રમાઇ રહી હતી. જો કે આ મેચમાં મહેન્દ્રસિંહ ધોનીની કેપન્ટન્સીમાં રમાઇ રહેલી ચેન્નાઇ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાના નેતૃત્વમાં રહેલી ગુજરાત ટાઇટન્સ આમને સામને છે. જો કે આ મેચમાં વરસાદ પડવાનાં કારણે થોડી મોડી થઇ હતી. જો કે હવે દર્શકો માટે સારા સમાચાર છે. મેદાન પરથી કવર્સ હટાવવાની શરૂઆત કરવામાં આવી છે. ગમે તે ક્ષણે ટોસ થઇને મેચની શરૂઆત થાય તેવી શક્યતા છે. હાલ તો નિષ્ણાંતો મેદાનની તપાસ કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મેદાન પર એક હિસ્સામાં પાણી ભરાઇ ગયું હોવાના કારણે નિષ્ણાંતોના અભિપ્રાય બાદ જ મેચ શરૂ કરી શકાશે. પમ્પિંગ દ્વારા આ પાણી કાઢી શકાય છે કે, કેમ તે અંગે પણ કામ ચાલી રહી છે.

    follow whatsapp