સૌરાષ્ટ્રના ઊભરતા ક્રિકેટર્સ માટે સારા સમાચાર, રાજકોટમાં શરૂ થઈ ઘોનીની ક્રિકેટ એકેડમી

રાજકોટ: રાજ્યના ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિહ ધોનીએ વધુ એક ક્રિકેટ એકેડમી ગુજરાતમાં શરૂ કરી…

gujarattak
follow google news

રાજકોટ: રાજ્યના ક્રિકેટ પ્રેમીઓ માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિહ ધોનીએ વધુ એક ક્રિકેટ એકેડમી ગુજરાતમાં શરૂ કરી છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ ગુજરાતમાં પોતાની બીજી ક્રિકેટ એકેડમી શરૂ કરી છે. તેઓએ પોતાની એકેડમી ગુજરાતના રાજકોટ શહેરમાં શરૂ કરી છે.  આ એકેડમી તેઓએ શહેરના ગ્રીનવુડ ઈન્ટરનેશનલ સ્કૂલની સાથે કોલાબોર્શન કરીને શરૂ કરી છે.

મહેન્દ્રસિંહ ધોનીની ગુજરાતમાં બીજી ક્રિકેટ એકેડમીનો પ્રારંભ ગુરુવારે કરવામાં આવ્યો છે. હવે સૌરાષ્ટ્રના યુવા ખેલાડીઓને ભવિષ્ય ઊજલઉ કરવાની તક મળી છે. ત્યારે આ મામલે ધોનીના સ્પોર્ટસ ટીચર અને બાળપણથી તેમના કોચ રહેલા કેશવ રંજન બેનરજીએ કહ્યું કે, તેમનો હેતુ પ્રતિભાશાળી બાળકોને ઉત્તમ કોચિંગ અને માર્ગદર્શન આપવાનું છે.

2021માં પ્રથમ એકેડમી થઈ હતી શરૂ
ધોનીની સ્પોર્ટ્સ એકેડમી ગુજરાતમાં પહેલા અમદાવાદમાં ખોલવામાં આવી હતી. ત્યારે બાદ રાજકોટમાં ખૂલતાંની સાથે જ રાજકોટ એ ગુજરાતનું બીજું શહેર બની ગયું છે જ્યાં મહેન્દ્રસિંહ ધોનીની ક્રિકેટ એકેડમી છે. ધોનીએ પોતાની પહેલી ક્રિકેટ એકેડમી ગુજરાતના અમદાવાદ શહેરમાં 2021માં શરૂ કરવામાં આવી હતી. અમદાવાદમાં મહેન્દ્રસિંહ ધોનીએ શ્રી એન્ટરપ્રાઈઝની સાથે કોલાબોરેશન કર્યુ હતું. શ્રી એન્ટરપ્રાઈઝની પાસે ધોની ક્રિકેટ એકેડમીની ફ્રેન્ચાઈઝીના રાઈટ્સ છે. મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમી મહેસાણાના વીસનગરમાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં એક નાની કોચિંગ સુવિધા પણ આપે છે.

આ પણ વાંચો: વિરાટ કોહલીએ અનુષ્કા સાથે મહાકાલના કર્યા દર્શન, ભસ્મ આરતીમાં પણ લીધો ભાગ, Video

એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે
રાજકોટમાં સ્પોર્ટ્સ એકેડમીની શરૂઆતને લઈ મહેન્દ્રસિંહ ધોની ક્રિકેટ એકેડમીના સીઓએ સોહેલ રઉફે જણાવ્યું કે, સૌરાષ્ટ્ર રણજી ટીમ વર્ષોથી સારું પ્રદર્શન કરી રહી છે. તેઓએ આ વર્ષે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. અમારી એકેડમી કોચિંગ અને માર્ગદર્શન પૂરુ પાડશે. તેમજ અમે ઈચ્છીએ છીએ કે, અમારી એકેડમીના બાળકો સૌરાષ્ટ્ર માટે રમે. મહેન્દ્રસિંહ ધોનીનું વિઝન બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મશીન, કોચ અને યુવા પ્રતિભાઓને અનુભવ પ્રદાન કરવાનું છે. એક ક્રિકેટર હોવાને કારણે તેઓ ગત 25-30 વર્ષોથી, હું તેમના સંઘર્ષનો અનુભવ કરી શકું છે, જેનાથી એક ક્રિકેટરને પસાર થવું પડે છે અને અમારો પ્રયાસ છે કે આપણી વર્તમાન પેઢીને વધુ સારું શું આપી શકીએ.

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp