રાજકોટ: સૌરાષ્ટ્રના પીઢ ક્ષત્રિય અગ્રણી અને પૂર્વ ધારાસભ્ય મહિપતસિંહ જાડેજાનું આજે વહેલી સવારે નિધન થયું છે. મહિપતસિંહ જાડેજા ગોંડલના રીબડા ગામમાં ખૂબ જ ચર્ચિત નામ હતું. તેઓ એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મ્યા હતા અને અપક્ષ ધારાસભ્ય તરીકે ગોંડલમાંથી ચૂંટણી જીત્યા હતા. તેમના નિધનની ખબરથી ગુજરાતના ક્ષત્રિય સમાજમાં ભારે શોકની લાગણી પ્રસરી છે. આજે રીબડામાં તેમના નિવાસસ્થાને તેમની અંતિમ યાત્રા નીકળશે.
ADVERTISEMENT
ક્ષત્રિય સેનાની સ્થાપના કરી હતી
મહિપતસિંહ જાડેજા સૌરાષ્ટ્રના રાજકારણમાં એક મોટું અને ચર્ચિત નામ હતું. તેમને સરકાર દ્વારા બારવટીયા જાહેર કરવામાં આવ્યા હતા. બાદમાં તેમણે રાજકારણમાં પ્રવેશ કર્યો હતો અને પછી તેઓ ગોંડલના ધારાસભ્ય બન્યા હતા. તેમણે ક્ષત્રિય સેનાની સ્થાપના કરી હતી અને તેના પ્રમુખ પણ તેઓ બન્યા હતા.
જીવતા મરસિયા સાંભળવાનું નક્કી કર્યું હતું
ખાસ બાબત છે કે, અનિરુદ્ધસિંહના પિતા મહિપતસિંહ જાડેજાએ પોતાના 83મા જન્મ દિવસે જીવતા મરસિયા સાંભળવાનું નક્કી કર્યું હતું. આ માટે ગોંડલના રીબડા ખાતે 24મી 2019ના રોજ ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ક્ષત્રિય સમાજના મહિપતસિંહ માટે લોકસાહિત્યાના 12 જેટલા કવિઓએ મરસિયા ગાયા હતા. સાથે તેણે રીબડાની 111 દીકરીઓને કન્યાદાન પણ આપ્યું હતું.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT