સાબરકાંઠાઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીની જાહેરાત થઈ ચૂકી છે. તેવામાં અત્યારે ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાનો પણ ધમધમાટ શરૂ થઈ ગયો છે. અહીં એકબાજુ ટિકિટ વહેંચણીની નારાજ નેતાઓના અહેવાલો વચ્ચે કોંગ્રેસના તાલુકા પ્રમુખનો એક વિવાદાસ્પદ કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ સ્થાનિક વ્યક્તિ પાસે ટિકિટ જોઈતી હોય તો 5 કરોડ રૂપિયા આપી જા એવા ચર્ચા કરતા સાંભળવા મળ્યા હતા. આ ક્લિપ વાઈરલ થતા રાજકારણ ગરમાયું છે. જોકે ગુજરાત તક આ કથિત વાઈરલ ક્લિપની પુષ્ટિ કરતું નથી.
ADVERTISEMENT
શું છે આ કથિત વાઈરલ ઓડિયો ક્લિપમાં…
તાલોદ તાલુકા પ્રમુખની એક કથિત ઓડિયો ક્લિપ વાઈરલ થઈ રહી છે. જેમાં તેઓ સ્થાનિક વ્યક્તિ સાથે ટિકિટ વહેંચણી મુદ્દે તથા ઉમેદવાર પસંદગી અંગે ચર્ચા કરતા સાંભળવામાં આવી રહ્યા હતા. તેવામાં સ્થાનિકે વિધાનસભા ટિકિટ માગી તો સામા પક્ષેથી 5 કરોડ રૂપિયાની માગણી કરાતી હોવાનું સામે આવ્યું હતું તેમણે 5 કરોડ રૂપિયા આપો તો ટિકિટ તમારી એમ કહ્યું હતું. જોકે આ એક વાઈરલ ઓડિયો ક્લિપ છે જેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી અથવા નેતા દ્વારા પણ કોઈ નિવેદન આ મુદ્દે સામે આવ્યું નથી.
( ગુજરાત તક આ કથિત ઓડિયોની પુષ્ટિ કરી રહ્યું નથી )
With Input- ધનેશ પરમાર
ADVERTISEMENT