નવી દિલ્હી: અમેરિકન રિસર્ચ ફર્મના રિપોર્ટને કારણે થયેલા ભારે નુકસાનને કારણે ગૌતમ અદાણીએ હવે લડીલેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે. શોર્ટ સેલર કંપની હિંડનબર્ગને યોગ્ય જવાબ આપવા માટે, અદાણી ગ્રુપે હવે બદલો લેવાની તૈયારી તરીકે કાનૂની લડાઈ શરૂ કરી છે. આ દિશામાં લેવાયેલા એક મોટા પગલા તરીકે,અદાણી ગ્રુપે એક મોટી અને મોંઘી યુએસ લો ફર્મને હાયર કરી છે.
ADVERTISEMENT
ફાઈનાન્સિયલ ટાઈમ્સના એક રિપોર્ટ મુજબ, ગૌતમ અદાણીની આગેવાની હેઠળના અદાણી ગ્રુપે હિંડનબર્ગ સાથે કાનૂની લડાઈ લડવા માટે અમેરિકન કાનૂની ફર્મ વૉચટેલની પસંદગી કરી છે. આ કંપની વિશ્ભરમાં પ્રખ્યાત છે. અને વિવાદિત મામલાઓમાં કાનૂની લડત માટે તેની સૌથી વધુ ચર્ચા થઈ છે. હિંડનબર્ગના રિપોર્ટ બાદ અદાણી ગ્રુપને લગતા રોકાણકારોના સેન્ટિમેન્ટને પુનઃ આશ્વાસન આપવાની અને ફરીથી અસર કરવાની દિશામાં અદાણી દ્વારા લેવાયેલું આ એક મોટું પગલું છે.
હિંડનબર્ગ સામે કાનૂની તખ્તો તૈયાર
અદાણી ગ્રુપ દ્વારા પહેલેથી જ કહેવામાં આવ્યું હતું કે તે શોર્ટ સેલર હિંડનબર્ગ રિસર્ચ સામે તેની કાનૂની લડતની તૈયારી કરી રહ્યું છે. હવે, અહેવાલો અનુસાર, જૂથે ન્યૂ યોર્ક સ્થિત વૉચટેલ લિપ્ટન, રોસેન અને કેટ્ઝના ટોચના વકીલોને શોર્ટ સેલર ફર્મસામે કાનૂની લડત માટે હાયર કર્યા છે. 24 જાન્યુઆરીના રોજ જાહેર થયેલા સંશોધન અહેવાલમાં અદાણી ગ્રુપ પર એકાઉન્ટિંગ ફ્રોડ, સ્ટોક મેનીપ્યુલેશન સહિતની લોનને લઈને ઘણા ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા.
અદાણીને મોટો ફટકો
હિંડનબર્ગે તેમના રિપોર્ટમાં 88 પ્રશ્નો ઉઠાવતા જે આક્ષેપો કર્યા હતા તેની અદાણી ગ્રૂપ પર એવી અસર થઈ કે શેરોમાં સુનામી આવી અને 10 દિવસમાં અદાણી ગ્રૂપની માર્કેટ મૂડી અડધી થઈ ગઈ. આટલું જ નહીં, શેરમાં થયેલા મજબૂત ઘટાડાની પણ ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થ પર ખરાબ અસર પડી અને તેઓ વિશ્વના ટોચના અબજોપતિઓની યાદીમાં ચોથા સ્થાનેથી ટોપ-20માંથી બહાર થઈ ગયા હતા. 110 બિલિયન ડોલરથી વધુની નેટવર્થ ધરાવતી અદાણીની સંપત્તિ ઘટીને માત્ર $58.7 બિલિયન રહી છે.
આ પણ વાંચો: ભારતીય ટીમને મોટો ફટકો, ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ સિરીઝમાંથી બહાર થયો આ પ્લેયર
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી
સુપ્રીમ કોર્ટ અદાણી ગ્રૂપ સામે હિંડનબર્ગ રિપોર્ટ સંબંધિત બે જાહેર હિતની અરજીઓ (PILs) પર સુનાવણી કરશે. અરજીમાં કોર્ટની દેખરેખ હેઠળ તપાસની માગ કરવામાં આવી છે. આ પીઆઈએલ એડવોકેટ એમએલ શર્મા અને વિશાલ તિવારીએ દાખલ કરી છે. જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, યુએસ સ્થિત હિંડનબર્ગે અદાણીના શેર શોર્ટ-સેલ્ડ કર્યા હતા, જેના કારણે ‘રોકાણકારોને ભારે નુકસાન’ થયું હતું. તિવારીએ કહ્યું કે, હિંડનબર્ગ રિપોર્ટે દેશની છબીને કલંકિત કરી છે. આની અર્થવ્યવસ્થા પર નકારાત્મક અસર પડી રહી છે.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT