ધનેશ પરમાર/બનાસકાંઠાઃ ડીસામાં પશુસહાય મુદ્દે ન્યાય મેળવવા માટે ગૌસેવકો, ગૌશાળા સંચાલકોએ અનોખો વિરોધ નોંધાવ્યો છે. તેમણે રૂ.500 કરોડની સહાય મુદ્દે ઉગ્ર વિરોધ નોંધવતા સામૂહિક મૂંડન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે સાઈબાબા મંદીર પાસે ગૌભક્તો દ્વારા સત્યાગ્રહ છાવણી બનાવાઈ છે. ગૌસેવકોનો મુખ્ય ઉદ્દેશ્ય પોતાની માગ સ્વીકારાય એનો છે. મુંડન કરાવતા સમયે ગૌસેવકોએ કહ્યું કે અત્યારે ગાયો માટે વાળ આપ્યા છે પરંતુ જો માથુ આપવાનું આવશે તો પણ ખચકાઈશું નહીં.
ADVERTISEMENT
માગ નહીં સંતોષાય ત્યાં સુધી પ્રદર્શન શરૂ રખાશે
ગુજરાતમાં રાજ્ય સરકારે જાહેર કરેલા પશુસહાય બજેટના 500 કરોડ રૂપિયા હજુ સુધી ચૂકવવામાં આવ્યા નથી. જેના પરિણામે બે દિવસ અગાઉ અનેક પશુઓને રસ્તા પર છોડી મુકાયા હતા. તેવામાં હવે ગૌસંચાલકોએ જણાવ્યું છે કે જ્યાં સુધી તેમને કાયમી સહાય વ્યવસ્થા નહીં મળે ત્યાં સુધી અવનવી રીતે તેઓ વિરોધ નોંધાવતા રહેશે.
PM મોદી અંબાજી આવશે ત્યારે ગૌસેવકો મદદ માગશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી ગુજરાત પ્રવાસ દરમિયાન મા અંબાના શરણે જશે. અંબાજી મંદિરે વડાપ્રધાન દર્શન કરવા પહોંચશે ત્યારે 5000 ગૌસેવકો ત્યાં પોતાની માગણી લઈને પહોંચશે. નોંધનીય છે કે અત્યારે સરકારે જાહેરાત કર્યા પછી ગૌશાળા-પાંજરાપોળોને યોગ્ય સહાય ન ચૂકવી હોવાથી બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં ગૌસેવકોમાં ભારે આક્રોશ ભભૂકી ઉઠ્યો છે.
ADVERTISEMENT