BREAKING: નવસારીમાં આઈસ ફેક્ટરીમાં એમોનિયા ગેસ લીકેજની ઘટના, 40થી વધુ લોકોને અસર

નવસારી: નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આઈસ ફેક્ટરીમાંથી એમોનિય ગેસ લીકેજ થતા 40થી વધુ લોકોને તેની અસર થઈ હતી. જ્યારે…

gujarattak
follow google news

નવસારી: નવસારીના ગણદેવી તાલુકાના બીલીમોરામાં ગેસ લીકેજની ઘટના સામે આવી છે. આઈસ ફેક્ટરીમાંથી એમોનિય ગેસ લીકેજ થતા 40થી વધુ લોકોને તેની અસર થઈ હતી. જ્યારે ગેસ ગળતરમાં એક વ્યક્તિને શ્વાસ લેવામાં વધુ તકલીફ પડતા તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલમાં ફાયર વિભાગની ટીમે પરિસ્થિતિ પર કાબુ મેળવી લીધો છે.

આ પણ વાંચો: Godhra માં કિન્નર સમાજે દીકરી ઉછેરીને તેના ધામધૂમથી લગ્ન કરાવ્યા

આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા ભાગદોડ
ઘટનાની વિગતો મુજબ, બીલીમોરા શહેરના સરદાર માર્કેટ પાસે આવેલી આઈસ ફેક્ટરીમાં એકાએક એમોનિય ગેસ લીકેજ થવાનો શરૂ થયો હતો. હરસિદ્ધિ આઈસ ફેક્ટરીમાં ગેસ લીકેજ થતા આસપાસના વિસ્તારના 40થી પણ વધુ લોકોને તેની અસર થઈ હતી. જોકે એક વ્યક્તિને ગેસની અસરના કારણે શ્વાસ લેવામાં વધારે પડતી તકલીફ પડતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવો પડ્યો હતો. ઘટનાને પગલે બીલીમોરા ફાયર વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને ભારે જહેમત બાદ સદનસીબે પરિસ્થિતિ કાબુમાં લીધી છે.

(વિથ ઈનપુટ: રોનક જાની)

તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…

    follow whatsapp