બનાસકાંઠાઃ ગબ્બર રોપવે મેઈન્ટેનન્સના કારણે 5 દિવસ સુધી બંધ રહેશે. પ્રાપ્ત થતી માહિતી પ્રમાણે 14 જાન્યુઆરીના દિવસે રોપવે સર્વિસ યોગ્ય સમયાનુસાર શરૂ થઈ જશે. જોકે અંબાજી ગબ્બરમાં દર્શન તો યથાવત જ રહેશે. તેવામાં હવે આગામી દિવસોમાં રોપવે બંધ રહેતા દર્શનાર્થીઓની સંખ્યા પર આની અસર પડી શકે છે. જોકે મેઈટેનન્સ દરમિયાન દર્શન કરી શકાશે એવી માહિતી બહાર આવતા ભક્તોએ રાહતના શ્વાસ લીધા છે.
ADVERTISEMENT
ગબ્બરમાં 999 પગથીયા છે…
નોંધનીય છે કે અંબાજી ગબ્બર રોપવે મેઈન્ટેનન્સના કારણે દર્શન ચાલુ જ રહેશે. ગબ્બર ચઢવાના 999 પગથીયા છે. અહીં અખંડ જ્યોતના દર્શન ભક્તો માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તારીખ 9 જાન્યુઆરીથી 13 જાન્યુઆરી સુધી રોપવેની સર્વિસ બંધ રાખવામાં આવી છે. 14 જાન્યુઆરીથી રાબેતા મુજબ આ સેવા શરૂ કરી દેવાશે.
રોપવેની વાત કરીએ તો 1998માં કેશુભાઈ પટેલ દ્વારા આને શરૂ કરવામાં આવ્યો હતો. આનું યોગ્ય સમયે મેઈન્ટેનન્સ પણ કરાતું આવ્યું છે.
With Input: શક્તિસિંહ રાજપૂત
ADVERTISEMENT