અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ગુજરાતમાં નેતાઓ પ્રચાર મોડમાં આવી ચૂક્યા છે. છેલ્લા 2 દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે છે ત્યારે હવે આવતીકાલે આમ આદમી પાર્ટીના એક સાથે 4 નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. જેમાં આપ’ રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ, દિલ્હીના ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન તથા રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડા આવતીકાલથી બે દિવસ ગુજરાતના પ્રવાસે છે.
ADVERTISEMENT
આમ આદમી પાર્ટીનું ફોકસ સૌરાષ્ટ્ર પર વધુ છે ત્યારે હવે ગુજરાતમાં આમ આદમી પાર્ટીના એક સાથે 4 દિગ્ગજ નેતાઓ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી પાર્ટી ગુજરાતમાં એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે બે દિવસ દરમિયાન 4 સભાઓ અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન સંબોધિત કરશે. જ્યારે મનીષ સિસોદિયા અને રાઘવ ચડ્ડા અમદાવાદમાં વિવિધ મુલાકાતો કરશે અને પાર્ટીના કાર્યકર્તા સાથે રાજકીય વ્યૂહરચના તૈયાર કરશે. આવતીકાલે અરવિંદ કેજરીવાલ અને ભગવંત માન કચ્છ ખાતે મોટી સભા સંબોધશે ગાંધીધામના ડિટીપી ગ્રાઉન્ડ પર સભાને સંબોધશે. ત્યારબાદ જૂનાગઢ જોષીપુરામાં ખોડલ ફાર્મમાં બપોરે 3 કલાકે સભા સંબોધશે. ત્યારબાદ રાજકોટમાં રાત્રિ રોકાણ કરશે. બીજે દિવસે એટલે કે ગાંધી જયંતીના દિવસે સુરેન્દ્રનગર એમ પી કોલેજમાં જાહેર સભા સંબોધશે. ત્યારબાદ સાંજના 4 કલાકે ખેડબ્રમ્હા ખાતે સભા સંબોધશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અત્યારે સુધી 3 ઉમેદવારની યાદી જાહેર કરી ચૂકી છે. જેમાં કુલ 29 ઉમેદવારના નામ જાહેર થઈ ચૂક્યા છે. હવે ટૂંક સમેંઆ વિધાનસભાની ચૂંટણી માટે ચોથું લિસ્ટ જાહેર કરવામાં આવશે. આ સાથે આગામી 2 દિવસ ની 4 સભામાં અરવિંદ કેજરીવાલ ગુજરાતની જનતાને ગરેન્ટીની જાહેરાત કરશે.
આમ આદમી પાર્ટીના જાહેર કરેલ ઉમેદવારનું લિસ્ટ
ADVERTISEMENT