નવી દિલ્હી: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ જનરલ પરવેઝ મુશર્રફનું 79 વર્ષની વયે નિધન થયું છે. તેમણે દુબઈમાં અંતિમ શ્વાસ લીધા. રાજકારણની દુનિયામાં પ્રખ્યાત એવા મુશર્રફ ક્રિકેટના દિવાના હતા. 2006માં લાહોરમાં રમાયેલી ODI મેચ દરમિયાન ધોનીની 46 બોલમાં 72 રનની ઈનિંગ બાદ પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કહ્યું કે, તમારે વાળ ન કપાવવા જોઈએ. તમે આમાં સુંદર લાગો છો.
ADVERTISEMENT
2003-04ના પ્રવાસ બાદ ભારતીય ટીમ 2005-06માં પાકિસ્તાન ગઈ હતી. તે સમયે મહેન્દ્ર સિંહ ધોની પણ ભારતીય ટીમમાં હતો. ધોની પહેલીવાર પાકિસ્તાન ગયો હતો. ધોનીની રમવાની રીતથી ઘણા લોકો પ્રેરિત છે અને દુનિયા તેની હેર સ્ટાઈલ માટે દીવાના છે.લાંબા વાળથી લઈને નાના વાળ સુધી, ધોની ઘણી સ્ટાઈલમાં જોવા મળ્યો છે. માહીનો લુક હંમેશા ચર્ચામાં રહ્યો છે. પાકિસ્તાનના પ્રમુખ પરવેઝ મુશર્રફ પોતે યુવાન ધોનીના વાળથી મોહિત થયા હતા.
આ પણ વાંચો: પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફનું નિધન, દુબઈની હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ
પાકિસ્તાનના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે કર્યા વખાણ
વર્ષ 2006ની વાત છે જ્યારે ભારતીય ટીમ પાકિસ્તાનના પ્રવાસે ગઈ હતી. લાહોરમાં રમાયેલી મેચમાં ધોનીએ 46 બોલમાં 72 રન બનાવ્યા હતા. માહીએ ભારતીય ટીમને શાનદાર જીત અપાવી હતી. મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમનીમાં પહોંચેલા પાકિસ્તાની રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે ધોનીના વાળના વખાણ કરતા કહ્યું કે મેં મેદાનમાં ઘણા પ્લેકાર્ડ જોયા છે, જેમાં ધોનીને વાળ કપાવવાની સલાહ આપવામાં આવી રહી છે. પરંતુ ધોની, જો તમે મારા અભિપ્રાયને અનુસરો તો તમારે તમારા વાળ ન કાપવા જોઈએ, તમે તેમાં સુંદર દેખાશો.
તમારા વ્હોટ્સએપ પર વધારે સમાચારો અને બ્રેકિંગ ન્યૂઝ મેળવવા માટે ક્લિક કરો…
ADVERTISEMENT