લો બોલો! PAKના પૂર્વ PMએ કહ્યું, હા હું પ્લે બોય હતો; જાણો વિવાદાસ્પદ ઓડિયો વિશે..

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને રિટાયર્ડ આર્મી ચીફ જનરલ કમર બાજવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈમરાન ખાને કહ્યું છે કે એક મીટિંગ દરમિયાન…

gujarattak
follow google news

દિલ્હીઃ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાને રિટાયર્ડ આર્મી ચીફ જનરલ કમર બાજવાને લઈને મોટો ખુલાસો કર્યો છે. ઈમરાન ખાને કહ્યું છે કે એક મીટિંગ દરમિયાન જનરલ બાજવાએ તેમને ‘પ્લેબોય’ કહ્યા હતા. આ પછી તેમની સામે અવિશ્વાસ પ્રસ્તાવ લાવીને તેમને બંધારણીય પદ પરથી હટાવવામાં આવ્યા હતા.

કથિત વિવાદાસ્પદ ઓડિયો પર દાવાઓ
પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાને લાહોરમાં પોતાના નિવાસસ્થાને મીડિયા સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું. આ દરમિયાન ઈમરાન ખાને તેમની વિરુદ્ધ વાઈરલ થઈ રહેલા કથિત સેક્સ ઓડિયો વિશે પણ વાત કરી હતી. વાસ્તવમાં આવા ત્રણ વાંધાજનક ઓડિયો અંગે દાવો કરવામાં આવી રહ્યો છે કે તે ઈમરાન ખાનના છે.

નામ લીધા વગર ઈમરાન ખાને શાહબાઝ શરીફ સરકાર પર નિશાન સાધ્યું અને કહ્યું કે આપણે ખરાબ ઓડિયો અને વીડિયો દ્વારા આપણા યુવાનોને શું સંદેશ આપી રહ્યા છીએ.

બાજવાએ ક્યારે ઈમરાનને પ્લે બોય કહ્યા..
ઈમરાન ખાને જણાવ્યું કે ઓગસ્ટ 2022માં તત્કાલિન આર્મી ચીફ જનરલ કમર બાજવા પણ ઈમરાન ખાન સાથેની મીટિંગમાં સામેલ થયા હતા. બેઠક દરમિયાન બાજવાએ ઈમરાનને જણાવ્યું કે તેમની પાસે કેટલાક ઓડિયો અને વીડિયો છે. સાથે જ બાજવાએ ઈમરાન ખાનને યાદ અપાવ્યું કે પહેલા તે (ઈમરાન) પ્લેબોય હતો.

બાજવાના જવાબમાં ઈમરાન ખાને કહ્યું, “હા, હું પહેલા પ્લેબોય હતો અને મેં ક્યારેય એવો દાવો કર્યો નથી કે હું દેવદૂત છું.” ઈમરાન ખાને વધુમાં કહ્યું કે તે સમયે મને શંકા થઈ ગઈ હતી કે જનરલ બાજવાએ મને સત્તા પરથી દૂર કરવાનું મન બનાવી લીધું છે.

ઈમરાન ખાને કહ્યું, “મને ખબર પડી કે જનરલ બાજવા સાવધાનીથી મારી સાથે ડબલ ગેમ રમી રહ્યા હતા. ત્યારબાદ તેમણે શાહબાઝ શરીફને સત્તા સુધી પહોંચવામાં મદદ કરી અને બાજવાએ મારી પીઠમાં છરો માર્યો હતો.”

બાજવાનો કાર્યકાળ વધારવા પર ઈમરાને શું કહ્યું?
સત્તામાં હતા ત્યારે ઇમરાન ખાને પણ બાજવાનો કાર્યકાળ વધારવાનું નિવેદન આપ્યું હતું. ઈમરાન ખાને કહ્યું કે, મારી ભૂલ હતી કે બાજવાનો કાર્યકાળ લંબાવવામાં આવ્યો. જેમ જેમ કાર્યકાળ વધતો ગયો તેમ બાજવાએ પોતાનો સાચ્ચો રંગ દેખાડીને મારી સરકાર વિરુદ્ધ ષડયંત્ર રચવાનું શરૂ કર્યું હતું.

    follow whatsapp