Halvad News: દારૂબંધી ગુજરાતમાં બસ કહેવા માટે જ હોઈ તેવું લાગી રહ્યું છે. દારૂબંધીના મોટા મોટા બણગા ફૂકતી સરકારના રાજમાં દારૂબંધી માત્રને માત્ર કાગળ પર જ હોઈ તેવું લાગી રહ્યું છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાય દારૂ પીવાય અને વેચાય રહ્યો છે. તો પોલીસ તંત્ર દ્વારા પણ અવારનવાર હજારો-લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવામાં આવે છે. ત્યારે હવે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના રાણેકપર ગામના સરપંચ ખુદ દારૂ સાથે ઝડપાતા ખળભળાટ મચી ગયો છે.
ADVERTISEMENT
પોલીસે બાતમીના આધારે પાડ્યો હતો દરોડો
હળવદના રાણેકપર ગામના સરપંચ અને હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય દારૂ સાથે ઝડપાયા છે. હળવદ પોલીસે બાતમી આધારે દરોડો પાડીને રાણેકપર ગામના પૂર્વ સરપંચ અને હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નવઘણ ગણેશભાઈ ઉડેચા અને તેનો પુત્ર સરપંચ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચાને ઝડપી પાડ્યા છે. પોલીસે બંને પાસેથી 15 લીટર દેશી દારૂ અને એક બોટલ ઈંગ્લીશ દારૂ કબ્જે કર્યો છે.
પોલીસે પિતા-પુત્રની કરી ધરપકડ
પોલીસના જણાવ્યા અનુસાર, આ દરોડા દરમિયાન બંને આરોપી (નવઘણ ગણેશભાઈ ઉડેચા, રાજુભાઈ નવઘણભાઈ ઉડેચા) વતી દારૂનું વેચાણ કરતો આરોપી ગોપાલ કરશનભાઇ ખાંભડીયા ફરાર થઈ ગયો હતો. થોડા સમય પહેલા નવઘણભાઈને જિલ્લા વિકાસ અધિકારીએ સરપંચ પદેથી દૂર કરતા હાલ તેમનો પુત્ર રાજુભાઈ સરપંચ પદે છે
ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી
હાલ હળવદ પોલીસે રાણેકપર ગામના પૂર્વ સરપંચ અને હળવદ તાલુકા પંચાયતના પૂર્વ સદસ્ય નવઘણ ગણેશભાઈ ઉડેચા અને તેનો પુત્ર સરપંચ રાજુભાઈ નવઘણભાઈ ઉડેચાને ઝડપી પાડ્યા છે. તો સાથે જ ફરાર આરોપી ગોપાલ ખાંભડીયાની શોધખોળ હાથ ધરી છે.
ઈનપુટઃ રાજેશ આંબલિયા, મોરબી
ADVERTISEMENT