BREAKING: દૂધસાગર ડેરીમાં રૂ.320 કરોડના કૌભાંડ મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અટકાયત

ગાંધીનગર: ગુજરાતના રાજકારણના સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી છે.…

gujarattak
follow google news

ગાંધીનગર: ગુજરાતના રાજકારણના સૌથી મોટી સમાચાર સામે આવી રહ્યા છે. પૂર્વ ગૃહમંત્રી અને દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીની ગાંધીનગરથી અટકાયત કરવામાં આવી છે. ડેરીમાં તેમના કાર્યકાળ દરમિયાન બેનામી વ્યવહારની ફરિયાદો થઈ હતી, જે બાદ તેમના ગાંધીનગર સ્થિત બંગલો ખાતેથી તેમની અટકાયત કરાઈ છે. સાથે જ તેમના CAની પણ અટકાયત કરવામાં આવી છે.

17 બોગસ કંપનીમાં પૈસા ટ્રાન્સફર કર્યાનો આક્ષેપ
દૂધસાગર ડેરીમાં 320 કરોડના બોગસ વ્યવહાર મામલે પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી અને તેના CA સામે ફરિયાદ થઈ હતી. આક્ષેપ છે કે વિપુલ ચૌધરીએ 17 બોગસ કંપની બનાવી 320 કરોડ ટ્રાન્સફર કર્યા. નાણાંકીય ગેરરીતિ મામલે હવે તેમની તથા તેમના CA શૈલેષ પરીખની પણ અટકાયત કરવામાં આવી છે.

મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે મહેસાણા ACB પોલીસ સ્ટેશનમાં IPCની કલમ 406, 409, 420, 465, 467, 468, 471, 120 (B) અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એક્ટ હેઠળ કલમ 12, 13(1) અને 13(2) મુજબ કેસ નોંધવામાં આવ્યો હતો. મોડી રાત્રે વિપુલ ચૌધરી તથા તેમના CAની અટકાયત કરવામાં આવી હતી. બંનેની હવે ટૂંક સમયમાં ધરપકડ પણ કરવામાં આવી શકે છે.

 

    follow whatsapp